- National
- અયોધ્યામાં જલ્દી રામ મંદિર બનાવવા માંગે છે આ મુસ્લીમ નેતા,કહ્યું ભગવો મારી આસ્થા
અયોધ્યામાં જલ્દી રામ મંદિર બનાવવા માંગે છે આ મુસ્લીમ નેતા,કહ્યું ભગવો મારી આસ્થા

વર્ષોથી રામમંદિરને લઇને દેશના બે સમુદાય આમને સામને છે. ક્યારેક રામ મંદિરના બહાને એક પક્ષ બીજા પર આક્રોશીત થાય છે. તો બાબરી મસ્જિદના નામ પર કેટલાક લોકો વિવાદને આગળ વધારવામાંથી ઉપર નથી આવતા. પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપા સાથે જોડાયેલા એક એવા મુસ્લીમ નેતા છે. જે રામ મંદિર બનાવવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. અને મુસ્લીમોને તે અપીલ કરી રહ્યા છે કે રામ મંદિરનું નિર્માણ કરવામાં આગળ આવવું જોઇએ કહેવામાં આવે છે કે આ કામ માટે જો કંઇ નુકશાનનો સામનો કરવો પડે તો લોકોને અમન માટે તેમ કરવું જોઇએ
જીંહા અમે વાત કરી રહ્યા છીએ બલિયા જનપદ બીજેપી નેતા કમલુદ્દીન શેખની. તેમના કહેવા પ્રમાણે દેશમાં રામ મંદિર જલ્દીજ બનવું જોઇએ અને દરેકે તેને બનાવવામાં મદદ કરવી જોઇએ તેમનું કહેવું છે કે, દેશની તમામ કોમના લોકો પણ ઇચ્છેછે કે તેના નિર્માણ જલ્દીથી જલ્દી કરવામાં આવે પરંતુ બસપા, સપા અને કોંગ્રેસ જેવા ઘણા દળ છે. જે રામ મંદિરના મુદ્દે વિવાદ ઉભો કરી તેનો પોલીટીકલ લાભ લેવા માંગે છે. શેખે જણાવ્યુ કે આજ દળોને કારણે વર્ષોથી મંદિરનું નિર્માણ વિવાદોમાં રહ્યું છે.
ભાજપાએ બનાયા સંગઠન મંત્રી
કમલુદ્દીન શેખનું ભાજપા પ્રતિ સમર્પણ જોઇ ભાજપા સંગઠને તેમને જિલ્લામાં એક પદ પણ આપ્યું. ભાજપા સંગઠનને મજબૂત કરવા માટે હવે તેમની પાસે સંગઠન મંત્રીનું પદ છે. શેખના જણાવ્યા અનુસાર ભાજપાજ ફક્ત એવી પાર્ટી છે. જે લોકોને એક સાથે રાખીને કામ કરે છે.
Related Posts
Top News
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Opinion
