- Politics
- સરહદે તંગદિલી વચ્ચે તમારા સ્થાનિક રાજકીય વિષયો ભૂલી ગયા? એજ તો ઇચ્છે છે નબળા નેતાઓ
સરહદે તંગદિલી વચ્ચે તમારા સ્થાનિક રાજકીય વિષયો ભૂલી ગયા? એજ તો ઇચ્છે છે નબળા નેતાઓ

આજે જ્યારે આપણા દેશની સરહદો પર યુદ્ધના ભણકારા સંભળાય રહ્યા છે ત્યારે રાષ્ટ્રભક્તિનો રંગ દરેક નાગરિકના હૃદયમાં રગાઈ રહ્યો છે. પાકિસ્તાનના મોરચે આરપારની લડાઈની તૈયારીમાં જોડાયેલી સરકાર અને લશ્કરની પ્રશંસા કરવી એ આપણું કર્તવ્ય છે. આવા સમયે દેશની એકતા અને સુરક્ષા માટે એક થવું ખૂબ જરૂરી છે. પરંતુ આ રાષ્ટ્રભક્તિના ઉત્સાહમાં આપણે એક મહત્વની બાબત ભૂલી જઈએ છીએ એ છે આપણા સ્થાનિક રાજકીય અને સામાજિક વિષયો. ઘણીવાર આવા રાષ્ટ્રીય સંકટના સમયમાં સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય થઈ જાય છે અને જનતાનું ધ્યાન રાષ્ટ્રીય મુદ્દાઓ તરફ ખેંચાતાં તેઓ પોતાની જવાબદારીઓથી બચી જાય છે. હાલ એજ થઈ રહ્યું છે અને આવું ન થવું જોઈએ.
રાષ્ટ્રભક્તિનો અર્થ માત્ર સરહદોની રક્ષા કરવી નથી પરંતુ દેશના દરેક ખૂણે વિકાસ, ન્યાય અને સમૃદ્ધિની ખાતરી કરવી પણ છે. સ્થાનિક સ્તરે રસ્તાઓની સ્થિતિ, પાણીની સમસ્યા, શિક્ષણની ગુણવત્તા, આરોગ્ય સેવાઓ અને રોજગારની તકો જેવા મુદ્દાઓ દેશના વિકાસનો પાયો છે. કેન્દ્ર સરકાર જ્યારે દેશની સુરક્ષા સ્વાભિમાન સાચવવામાં વ્યસ્ત છે ત્યારે જો સ્થાનિક મુદ્દાઓની અવગણના થશે તો રાષ્ટ્રીય એકતાનો દાવો ખોખલો રહી જશે. નબળા નેતાઓ આવા સમયનો લાભ લઈને પોતાની નિષ્ફળતા છુપાવે છે અને કેન્દ્ર સરકારના દેશહિતના કાર્યોની આડમાં પોતાની જવાબદારીઓથી બચે છે. આપણે, નાગરિકો તરીકે, આવું થવા દેવું ન જોઈએ.

જાગૃત નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમીક્ષા કરવી. આપણે પ્રશ્નો પૂછવા જોઈએ:
શું આપણા સ્થાનિક નેતાઓએ વચનો પૂરાં કર્યાં?
શું તેઓએ આપણા વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા છે?
જો નહીં તો આપણે તેમને જવાબદાર ઠેરવવા માટે સક્રિય થવું જોઈએ. ચૂંટણીઓ દરમિયાન આપણે જેમને મત આપ્યો છે અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવું એ લોકશાહીનું મૂળ છે. રાષ્ટ્રીય મુદ્દાઓની ગરમીમાં સ્થાનિક પ્રશ્નોને ઠંડા પડવા દેવા નહીં. આ માટે આપણે સામૂહિક રીતે સક્રિય થવું જોઈએ. નેતાઓને ખબર પડવી જોઈએ કે જનતા જાગૃત છે અને તેમની નિષ્ક્રિયતા ચલાવી લેવામાં નહીં આવે.
રાષ્ટ્રભક્તિ અને સ્થાનિક જાગૃતિ એકબીજાના પૂરક છે. દેશની સરહદોની રક્ષા થાય એટલું જ મહત્વનું છે જેટલું આપણા ગામડાં, શહેરો અને વિસ્તારોનો વિકાસ. ચઆપણે દેશહિતની લડાઈમાં સાથ આપીએ પણ સ્થાનિક મુદ્દાઓ પર પણ નજર રાખીએ. જાગૃત નાગરિક જ સાચો રાષ્ટ્રભક્ત છે.
Top News
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Opinion
