HALનું નામ લઇને લોકોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું, પણ અમે સાબિત કર્યુ:PM

PC: livemint.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકના તુમકુરુમાં સરકારી હથિયાર કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની ફેક્ટ્રીનું ઉદ્દઘાટન કર્યું. અહીં પ્રચંડ, રુદ્ર અને ધ્રુવ જેવા લડાકુ વિમાન તૈયાર કરવામાં આવશે, જે આકશમાંથી દુશ્મનને સખત ટક્કર આપશે. 615 એકરમાં બનેલી આ ફેક્ટ્રીમાં શરૂઆતી દિવસોમાં 30 હેલિકોપ્ટર બનશે, જેની સંખ્યા પછીથી વધીને 60-90 સુધી કરવામાં આવશે. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અહીં તૈયાર થવાના છે. જેની ઉપયોગિતા ખૂબ વધી ગઇ છે.

સ્થળ સેનાથી લઇને વાયુસેના સુધીએ શરૂઆતી ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યા છે અને એ હેલિકોપ્ટરોને અહીં જ તૈયાર કરવામાં આવશે. ફેક્ટ્રી ઉદ્ઘાટનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ હથિયાર નિર્માણમાં પોતાની સરકારના યોગદાનનો ઉલ્લેખ કર્યો તો બીજી તરફ વિપક્ષીઓ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું નામ લઇને અમારા પર નિશાનો સાધવામાં આવ્યો, પરંતુ હવે સાબિત થઇ ગયું કે અમે કયા પ્રકારે કંપનીને આગળ વધારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 8 વર્ષોમાં એક તરફ આપણી સરાકરી ડિફેન્સ કંપનીઓને તાકત બનાવી, તો બીજી તરફ પ્રાઇવેટ સેક્ટર માટે પણ દરવાજા ખોલ્યા. તેનાથી કેટલો લાભ થયો, તેને આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં જોઇ શકીએ છીએ. હું અહીં થોડા વર્ષો અગાઉની વાતો યાદ અપાવવા માગીશ, જેના પર મીડિયાવાળાનું જરૂર ધ્યાન જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ જ હિન્દુસ્તાન એરોનોટિક્સ છે જેને બહાનું બહાવીને અમારી સરકાર પર જાત જાતના ખોટા આરોપ લગાવવામાં આવ્યા.

આ જ હિન્દુસ્તાન એરોનોટિક્સ છે જેનું નામ લઇને લોકોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું અને તેમને ઉશ્કેરવામાં આવ્યા. સંસદના ઘણા કલાકો વેસ્ટ કરી દેવામાં આવ્યા, પરંતુ ખોટું કેટલું પણ મોટું કેમ નહીં હોય અને ગમે તેટલી વખત બોલવામાં આવતું હોય, એક ને એક દિવસ તેની સત્ય સામે હાર થાય છે. પ્રચંડ અને ધ્રુવ જેવા હેલિકોપ્ટર 600 કિલોમીટર સુધી ઉડાણ ભરી શકે છે. એ સિવાય તેમની ગતિ પણ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક છે. સિયાચીન જેવા ઊંચાઇવાળા વિસ્તારોથી લઇને LOC  અને LAC જેવા સીમાંત વિસ્તારો તેમના દ્વારા દૂશ્મન પર નજર રાખવા અને તેમનો સામનો કરવાનું સરળ થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp