- Tech and Auto
- Hero Xtreme 160R પર મળી રહી છે દિવાળીની શાનદાર ઓફર, કરી શકશો ઘણી બચત
Hero Xtreme 160R પર મળી રહી છે દિવાળીની શાનદાર ઓફર, કરી શકશો ઘણી બચત

Hero MotoCorp પોતાની પોપ્યુલર બાઈક Hero Xtreme 160R પર દિવાળીને ધ્યાનમાં રાખીને દિવાળી ઓફર જાહેર કરી છે. આ બાઈક હવે 3000 રૂપિયાના એક્સચેન્જ બોનસ સાથે ખરીદી શકો છો. તે સિવાય જે ગ્રાહકો પાસે પહેલેથી Heroની બાઈક છે, તેઓને 2000 રૂપિયાનું રોયલ્ટી બોનસ મળશે. તે સિવાય Heroએ ઘણી કંપનીઓ સાથે ટાયઅપ પણ કર્યું છે અને આ કંપનીઓના કર્મચારીઓને 2000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ બાઈક પર Paytmથી પેમેન્ટ કરવા પર 7500 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમે ICICI બેંકના કાર્ડનો ઉપયોગ કરશો, તો આ બાઈકની ખરીદી પર 5000 રૂપિયા બચાવી શકશો. આ ઓફર 17 નવેમ્બર સુધી ઉપલબ્ધ છે. Hero Xtreme 160R Hero MotoCorpની પહેલી 160ccવાળી બાઈક છે. બાઈકમાં All-LED લાઈટીંગ અને સાઈડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ જેવા ફીચર આપવામાં આવ્યા છે, જે આ સેગમેન્ટની બાઈકમાં પહેલી વખત આપવામાં આવ્યા છે.
It’s not only about the looks, it’s the light weight, one of the best power-to-weight ratio in class, and the precise cornering lines! All of it makes the #Xtreme160R the most agile bike and a true corner craver! #Xtreme160RAgile pic.twitter.com/CqqALINmNa
— Hero MotoCorp (@HeroMotoCorp) October 24, 2020
Hero Xtreme 160Rમાં 163ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 8500rpm પર 15hpની પાવર અને 6500rpm પર 14nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક માત્ર 4.7 સેકન્ડમાં 0 -60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જે આ સેગમેન્ટની બાઈકની સરખામણીએ ઘણી વધારે છે.Hero Xtreme 160Rની ડિઝાઈન ઘણી હદ સુધી તેના કોન્સેપ્ટ મોડલ જેવી છે, જેને લીધે તે પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ શાર્પ લુક આપનારી બાઈકમાંની એક છે. શાર્પ લાઈન્સ અને એજની સાથે આ ઘણો સ્પોર્ટી લુક આપે છે. સ્ટબી એક્ઝોસ્ટ બાઈકના સ્પોર્ટી લુકને વધારે છે.
આ બાઈકની કિંમત 1.4 લાખ રૂપિયાથી લઈને 1.6 લાખ સુધીની છે. આ બાઈકને ટ્યુબ્યુલર ડાયમંડ ફ્રેમ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં BS6 નોર્મ્સથી લેસ 163ccનું એર કુલ્ડ, 4 સ્ટ્રોક 2 વોલ્વ સિંગલ સિલીન્ડર Ohp એન્જિન છે. બાઈકમાં 5 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ આપ્યું છે. તેની ફ્યુઅલ ટેન્ક 12 લીટરની છે. આ બાઈક તમને ત્રણ કલર સ્પોર્ટ્સ રેડ, પર્લ સિલ્વર વ્હાઈટ, વાઈબ્રન્ટ બ્લૂ ઓપ્શનમાં મળશે. આ સિવાય આ બાઈકનો મુકાબલો Bajaj Pulsar Ns160, Honda CB Hornet 160R, Suzuki Gixxer અને yamaha FZ-FI Version 3.0 સાથે છે.
Related Posts
Top News
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Opinion
-copy.jpg)