ભારતમાં આવી રહી છે Hyundai અને Kia મોટર્સની સસ્તી ઈલેક્ટ્રિક કાર, જુઓ ફોટા

ભારતમાં ઈલેક્ટ્રોનિક કારને લઇ ક્રેઝ વધી રહ્યો છે અને પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાને કારણે લોકો ઈલેક્ટ્રિક કારો પર ફોકસ કરી રહ્યા છે. આ કારણે જ્યાં સ્થાપિત ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રોનિક કારો લોન્ચ કરવામાં લાગી છે. તો નવી કંપનીઓ પણ ઈલેક્ટ્રોનિક કાર સેગમેન્ટમાં એન્ટ્રી કરી લોકોને પોતાના તરફ આકર્ષી રહી છે. ભારતમાં સાઉથ કોરિયન કંપની હ્યુંદૈ મોટર્સ અને તેની સબ બ્રાન્ડ કિઆ મોટર્સ આવનારા સમયમાં 3-3 ઈલેક્ટ્રિક કારો લોન્ચ કરવાની છે.

ભારતમાં આતા વર્ષે અને ત્યાર પછી 2023 સુધીમાં હ્યુંદૈ અને કિઆની કુલ 6 ઈલેક્ટ્રિક કારો લોન્ચ થશે. બંને કંપનીઓ દર વર્ષે 2-2 ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. હાલમાં ભારતમાં હ્યૂંદૈની પોપ્યુલર વ્હીકલ Hyundai Konaનું સારું વેચાણ થયું છે.

આવતા વર્ષે ભારતમાં કોનાનું અપડેટેડ વર્ઝન 2022 Hyundai Konaની સાથે કિઆ મોટર્સની Kia EV6 નામની કારો લોન્ચ થશે. ત્યાર પછી 2023માં હ્યૂંદૈ Ioniq 5 Kia e-Niro જેવી ઈલેક્ટ્રિક કારો પણ ભારતીય રસ્તાઓ પર દોડતી જોવા મળશે.

હ્યૂંદૈ અને કિઆ મોટર્સ વર્ષ 2024 સુધીમાં મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ કરવાની કોશિશમાં છે. આ કારો બજેટલક્ષી ઈવી સેગમેન્ટમાં લોકોને સારા ઓપ્શન આપશે. કારણ કે ઈવી માર્કેટ વધી રહ્યું છું અને તેમાં ટાટા મોટર્સ જેવી કંપનીઓ ઓછા ભાવે ઈલેક્ટ્રિક કારો લોન્ચ કરવાની કોશિશમાં છે.

આવનારા સમયમાં હ્યૂંદૈ અને કિઆ 200 કિમી -220 કિમી સુધીની બેટરી રેન્જ વાળી કારો 10 થી 15 લાખ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરવાની કોશિશમાં છે. જેના પર ગ્રાહકોને FAME સબસિડીનો લાભ પણ મળશે. ત્યાર પછી આ કારોની કિંમતો ખૂબ જ ઓછી થઇ શકે છે.

હ્યૂંદૈ આવનારા સમયમાં Smart EV પ્રોજેક્ટ હેઠળ 3 બજેટલક્ષી ઈલેક્ટ્રિક કારો ભારતીય બજારમાં રજૂ કરશે. કિઆ મોટર્સની આવનારી ઈલેક્ટ્રિક કારો પણ હ્યૂંદૈ મોટર્સના જ પ્લેટફોર્મ પર બેઝ્ડ રહેશે. આવનારા સમયમાં આ બંને કંપનીઓનું પ્રોડક્શન હબ ભારત બનશે અને અહીંથી જ વિદેશોમાં કારો એક્સપોર્ટ કરવામાં આવશે. કિઆ અને હ્યૂંદૈની આવનારી ઈલેક્ટ્રિક કારો જોરદાર લુક અને પાવરફુલ ફીચર્સથી સજ્જ રહેશે. હાલમાં ભારતમાં Tata Nexon EV, MG ZS EV, Tata Tigor EV જેવી કારોનું બંપર વેચાણ થઇ રહ્યું છે અને સમયની સાથે ઈલેક્ટ્રિક કારોનું માર્કેટ ખાસ્સું વધી રહ્યું છે.

Related Posts

Top News

પરફ્યુમની બોટલને કારણે US પોલીસે ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!

યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ભારતીય-અમેરિકન વ્યક્તિને પરફ્યુમની બોટલને કારણે દેશનિકાલ થવાનો ભય સતાવી રહ્યો છે. તેણે એક અમેરિકન નાગરિક સાથે લગ્ન...
World 
પરફ્યુમની બોટલને કારણે US પોલીસે  ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!

પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો

મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 અગાઉ પ્રેક્ટિસ મેચ મંગળવાર (7 ઓક્ટોબર)ના રોજ પુણેમાં શરૂ થઈ. મેદાન પર એક...
Sports 
પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો

પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ હતી

'અંગ્રેજી બોલવું એ એક અંડરટેકર રમવા જેવું છે,'Sorry ના Baby.' તમને ફિલ્મ 'ફંસ ગયે રે ઓબામા'...
National 
પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ હતી

સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ IAS અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને નોટિસ ફટકારી છે, જેમાં રૂ. 1.63 કરોડના...
National 
સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.