- Sports
- પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો
પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો
મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 અગાઉ પ્રેક્ટિસ મેચ મંગળવાર (7 ઓક્ટોબર)ના રોજ પુણેમાં શરૂ થઈ. મેદાન પર એક એવું દૃશ્ય જોવા મળ્યું, જેને જોઈને ક્રિકેટ ફેન્સ હેરાન રહી ગયા. પૃથ્વી શૉ આઉટ થયા બાદ ગુસ્સામાં બેટ લઈને પોતાના જ પૂર્વ સાથી, મુંબઈના ખેલાડી મુશીર ખાન તરફ બેટ લઈને દોડ્યો. આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. મુંબઈ માટે 8 વર્ષ ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં જોડાયેલા શૉએ 219 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે રણજી ટ્રોફી 2015/26ની શરૂઆત અગાઉ વોર્મ-અપ મેચમાં મેદાનના દરેક ખૂણામાં શોટ માર્યા.
25 વર્ષીય પૃથ્વી શૉએ 140 બૉલનો સામનો કર્યા વાદ પોતાની સદી પૂરી કરી હતી. 181 રન બનાવ્યા બાદ તે મુશીર ખાનના બૉલ પર ફાઇન લેગ પર કેચ થઈ ગયો હતો. જેવો પૃથ્વી શૉ પરત ફરવા લાગ્યો, તેની અને મુશીર ખાન વચ્ચે બોલાબોલી શરૂ થઈ ગઈ. સ્થિતિ ત્યારે વધુ વણસી ગઈ, જ્યારે શૉએ ગુસ્સામાં મુશીર ખાન તરફ બેટથી ધક્કો મારી દીધો. પરંતુ અમ્પાયરે તરત જ દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. મુશીર સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે.
https://twitter.com/alsoabhijeet/status/1975527165224755559
શૉએ 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. ત્યારબાદ તેણે તે જ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. એક સમયે તેને મોટા ભારતીય બેટ્સમેન તરીકે જોવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ તેનું ફોર્મ બગડ્યું અને ઘણા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો. શૉ તાજેતરના વર્ષોમાં ફોર્મ, ફિટનેસ અને અનુશાસન સાથે જોડાયેલી સમસ્યાઓથી ઝઝૂમતો રહ્યો છે. તેણે અંતિમ વખત વર્ષ 2021માં ભારત માટે ક્રિકેટ રમી હતી અને IPL 2025ની હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો નહોતો.
આમ તો શૉએ પુણેના મેદાન પર પોતાની બેટિંગ કુશળતા સાબિત કરી. તેણે અને ઓપનર અર્શીન કુલકર્ણીએ માત્ર 49.4 ઓવરમાં 305 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી. કુલકર્ણીએ 140 બૉલમાં 186 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે શૉની ઇનિંગમાં આક્રમકતા અને નિયંત્રણનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. બંનેએ પહેલી વિકેટ માટે 305 રનની શાનદાર ભાગીદારી કરી. મહારાષ્ટ્રએ 465/3 પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. મુંબઈના બોલિંગમાં કેપ્ટન શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે અને સ્પિરો તનુષ કોટિયન અને શમ્સ મુલાની સામેલ હતા. એશિયા કપમાંથી પરત ફરેલા ઓલરાઉન્ડર શિવમ દુબે પણ મુંબઈ ટીમનો હિસ્સો હતો.

