- Tech and Auto
- સેમસંગે લોન્ચ કર્યો પોતાનો બજેટ ફોન, 6 વર્ષ સુધી મળશે Android અપડેટ્સ
સેમસંગે લોન્ચ કર્યો પોતાનો બજેટ ફોન, 6 વર્ષ સુધી મળશે Android અપડેટ્સ
A17 4G જર્મનીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ઓફરિંગ છે. નવો 4G ફોન 6.7-ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવી છે અને MediaTek Helio G99 પ્રોસેસર પર ચાલે છે. Galaxy A17 4Gમાં IP54-રેટેડ બિલ્ડ મળે છે, જે ડસ્ટ અને વોટર રેજિસ્ટન્સ પ્રદાન કરે છે અને તેમાં 5,000mAhની બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે તેને 6 Android અપડેટ્સ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળશે. Galaxy A17નું 5G વેરિયન્ટ ઓગસ્ટમાં ભારતમાં Exynos 1330 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
Samsung Galaxy A17 4Gની કિંમત
Samsungની જર્મનીની સત્તાવાર વેબસાઇટ નવા Samsung Galaxy A17 4G માટે કિંમત અથવા ઉપલબ્ધતાની માહિતી આપવામાં આવતી નથી. ઈ-કોમર્સ વેબસાઇટ Gadgetsleoએ આ ફોનના 4GB RAM+128GB સ્ટોરેજ વેરિયન્ટને KSH 22,400 (લગભગ 15,000)માં લિસ્ટ કર્યો છે.

Samsung Galaxy A17 5G ઓગસ્ટમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેની શરૂઆતી કિંમત 6GB RAM અને 128GB સ્ટોરેજવાળા બેઝ મોડલની કિંમત 18,999 રૂપિયા રાખવામા આવી છે. ટોપ-એન્ડ 8GB RAM+256GB સ્ટોરેજ મોડલની કિંમત 23,499 રૂપિયા સુધી જાય છે.
Samsung Galaxy A17 4Gના સ્પેસિફિકેશન્સ
ડ્યુઅલ-સિમ Samsung Galaxy A17 4G એન્ડ્રોઇડ 15-આધારિત One UI 7 પર ચાલે છે અને સેમસંગે પ્રોમિસ કર્યું છે કે ફોનને 6 વર્ષ માટે મુખ્ય OS અપડેટ્સ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ પ્રાપ્ત થશે. તેમાં ઘણા AI ફીચર્સ મળે છે, જેમાં Gemini Live અને Circle to Searchનો સમાવેશ થાય છે. હેન્ડસેટમાં 6.7-ઇંચ ફુલ HD+ (1,080×2,340 પિક્સલ) સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસથી પ્રોટેક્શન મળે છે.

Galaxy A17 4Gમાં MediaTek Helio G99 ચિપસેટ પર કામ કરે છે, જેને 4GB RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે પેર કરવામાં આવ્યો છે. આ સ્ટોરેજને microSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. રેફરન્સ માટે 5G વર્ઝન Exynos 1330 ચિપસેટ પર ચાલે છે.
ફોટોગ્રાફી માટે Samsung Galaxy A17 4Gમાં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ આપવામાં આવી છે, જેમાં OIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલ મુખ્ય સેન્સર, 5-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ-એંગલ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટરનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A17 4Gમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે જે એક વખત ચાર્જ કરવા પર 18 કલાક સુધીનો વીડિયો પ્લેબેક સમય આપવાનો દાવો કરવામાં આવ્યો છે. તેની સાઇઝ 164.4 x 77.9 x 7.5mm છે અને તેનું વજન 190 ગ્રામ છે.

