2 વર્ષમાં 2 વર્લ્ડ કપ જીતવા હોય તો આ ખેલાડીઓને સામેલ કરવાની ગાવસ્કરે આપી સલાહ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે, ટીમ ઈન્ડિયાએ આગામી T20 વર્લ્ડ કપ અને પછી ભારતમાં યોજાનારા 50 ઓવરોના વર્લ્ડ કપને જીતવુ હશે તો ટીમમાં ઓછામાં ઓછાં બે ઉત્તમ કક્ષાના ઓલરાઉન્ડર્સની જરૂર પડશે. ગાવસ્કરે સ્પષ્ટ કર્યું છે કે, 1983ના વર્લ્ડ કપમાં તેના વિજેતા બનવવાનું મુખ્ય કારણ ઓલરાઉન્ડર્સ જ હતા. હંમેશાંથી જ ઓલરાઉન્ડર્સે ભારતીય ટીમને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. 1983, 2007 અને 2011ના વર્લ્ડ કપ દરમિયાન ટીમમાં ઘણા ઓલરાઉન્ડર્સ હતા.

મિડ ડે અખબાર માટે લખેલી કોલમમાં સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સના અભાવ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું, આ 14 ખેલાડી અને એક મેનેજરવાળી સ્ક્વોર્ડ હતી, જેના દ્વારા અમે કમાલ કર્યો. તે સમયે કોઈપણ પ્રકારની ફિલ્ડિંગની પાબંધીઓ નહોતી. તેમજ ઓવરમાં બાઉન્સ બોલ નાંખવાની સંખ્યાને લઈને પણ કોઈ રોકટોક નહોતી. લાલ બોલનો ઉપયોગ થતો હતો, જે જૂનો થયા બાદ પણ ઈંગ્લિશ કંડિશનમાં ફરવાનું બંધ નહોતો કરતો. તે ટીમ ઓલરાઉન્ડર્સથી ભરેલી હતી. આ જ સીમિત ઓવરોની ક્રિકેટ ટીમની સફળતાનો મૂળ મંત્ર હતો. આ જ કારણ રહ્યું કે, ટીમે ICCનો ખિતાબ પણ જીત્યો. છેલ્લીવાર ભારતીય ટીમે 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યારસુધી ભારતીય ટીમ કોઈપણ મોટો ખિતાબ પોતાના નામે નથી કરી શકી.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ત્યાં સુધી કે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના 50 ઓવરોના વર્લ્ડ કપમાં પણ ભારતની પાસે એવા ખેલાડીઓ હતા જે બોલિંગ તો સારી કરતા જ હતા સાથોસાથ તેઓ બેટિંગમાં પણ સારું યોગદાન આપી શકતા હતા. જો ભારત બે સારા ઓલરાઉન્ડર્સ શોધી લે તો ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T20 વર્લ્ડ કપ 2022 અને ત્યારબાદ ભારતમાં યોજાનારા 50 ઓવરોના વર્લ્ડ કપ 2023 દરમિયાન આપણી જીતવાની સારી સંભાવનાઓ હશે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વર્તમાનમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર ધીમે-ધીમે સારું કરી રહ્યો છે. આ ઉપરાંત, IPLમાં સારું પ્રદર્શન કરનારા વેંકટેશ ઐય્યરને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરખવાની જરૂર છે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.