એક એવુ ગામ, જ્યાં માત્ર મહિલાઓ જ રહે છે, પુરુષોને ઘૂસવાની પણ પરવાનગી નથી

દુનિયાના લગભગ તમામ દેશોમાં પિતૃસત્તાક સમાજ છે અને આપણે પણ તેને સહજ સ્વીકારી લીધો છે કે પછી સ્વીકારવો પડ્યો છે અને આજે પણ મહિલાઓને સેકન્ડ જેન્ડર ગણવામાં આવે છે. મહિલાઓએ આજે પણ પોતાના હક માટે લડવું પડે છે. આ છે 21મી સદીનું કડવું સત્ય. પિતૃસત્તાક સમાજમાં રહેવા માટે ટેવાયેલા આપણે સૌ માતૃસત્તાક સમાજ વિશે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકીએ. પરંતુ, કેન્યામાં એક એવુ ગામ છે, જ્યાં રહેતી મહિલાઓએ આ પિતૃસત્તાક સમાજની પરંપરાને તોડી નાંખી છે અને માત્ર ને માત્ર મહિલાઓ માટે એક ગામ વસાવ્યું છે. કદાચ આ વાત તમારી કલ્પનાશક્તિની પણ બહારની વાત છે, પરંતુ એ સત્ય છે. કેન્યામાં એક એવુ ગામ આવેલું છે, ્જ્યાં માત્ર મહિલાઓ જ રહે છે. પુરુષોના અત્યાચારોથી દૂર પોતાની મરજીથી પોતાનું જીવન વ્યતિત કરે છે અને હાં, અહીં કોઈ પુરુષના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.

ઉત્તરી કેન્યાના સાંબરુમાં આશરે 500 વર્ષોથી પિતૃસત્તાક સમાજ હતો. પરંતુ 3 દાયકા પહેલા આ સ્થિતિ બદલાઈ ગઈ. તેને બદલનારી મહિલાનું નામ રેબેકા લોલોસોલી છે. તેમણે પોતાના દુઃખની સાથે અન્ય મહિલાઓના દુઃખને પણ સમજ્યું અને મહિલાઓનું જ એક ગામ બનાવી દીધુ.

આ ગામનું નામ ઉમોજા છે. 30 વર્ષ પહેલા 1990માં 15 પીડિત મહિલાઓ માટે રેબેકાએ આ ગામ વસાવ્યું હતું. આ એ મહિલાઓ હતી, જે બ્રિટિશ સૈનિકો દ્વારા યૌન ઉત્પીડન અને બળાત્કારનો ભોગ બની હતી. આ તમામ મહિલાઓને તેમનો હક અપાવવા માટે લડી રહેલી રેબેકાની સાથે કેટલાક પુરુષોએ મારપીટ કરી હતી. આ ગામને વસાવવા પર રેબેકાએ ઘણા પ્રકારની ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઉમોજામાં હવે ઘરેલૂં હિંસા, Genital Mutilation અને બાળવિવાહ જેવી યાતનાઓનો શિકાર બનેલી મહિલાઓને પણ આશરો આપવામાં આવે છે.

આ ગામમાં એક પણ પુરુષ નથી અને મહિલાઓ એ વાતથી ખુશ છે. તેઓ પિતૃસત્તાક સમાજમાં રહેવા નથી માગતા. તેમના દ્વારા અપાતી યાતનાઓને સહન કરવા નથી માગતા.

અહીં, બધા જ કામો મહિલાઓ પોતે કરે છે. પોતાની આજીવિકા માટે તેઓ પર્યટકોને સસ્તા દરે ઉમોજાનું ભ્રમણ કરાવે છે. આ ગામે આસપાસના ગામની મહિલાઓને પિતૃસત્તાક સમાજનો બહિષ્કાર કરવા માટે પ્રોત્સાહિત કરી અને એક મહિલા હોવાના નાતે પોતાના અધિકારો અને હકોને સમજવા પર ભાર આપ્યો.

જણાવી દઈએ કે, વર્ષ 2015માં આ ગામમાં 47 મહિલાઓ હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.