- Opinion
- વિમાનને નડતરરૂપ ઊંચી-ઊંચી બીલ્ડિંગો પર એક્શન ક્યારે લેવાશે?
વિમાનને નડતરરૂપ ઊંચી-ઊંચી બીલ્ડિંગો પર એક્શન ક્યારે લેવાશે?

(દિલીપ પટેલ)
ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરકાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથકનું સંચાલન હાલમાં અદાણી ગ્રુપ કરે છે. અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં મોટી જાનહાનિ થયા બાદ સુરક્ષાના ઘણાં છીંડા શોધી કઢાયા છે. અમદાવાદમાં 333 ઈમારતો, ટાવર, વૃક્ષો વિમાનને ઉતરવા અને ચઢવા નડતરરૂપ છે. અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે ઉભી કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ કે જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે વિમાનોના માર્ગ પર 7 મીટર ઊંચી છે. આમ સિવિલ હોસ્પિટલ પોતે વિમાનના ટકરાવ માટે જવાબદાર ઠરી શકે તેમ છે.
અમદાવાદની 333 ઊંચા સ્થળો કે જેની વિગતો એરપોર્ટ સત્તા મંડળે નાગરિક ડોમેઇન પરથી હટાવી લઈને વિગતો છૂપાવી છે. અમદાવાદની 333 ઉંચી ઈમારતો અંગે દરેક વિમાન ચાલકને વિગતો આપવી ફરજિયાત છે પણ તેમને આવી વિગતો આપવામાં આવતી નથી. જો આ જોખમ અંગે વિમાન ચાલકને વિગતો આપવામાં આવે તો પાયલોટ વિમાન ઉડાવવાનો ઈન્કાર કરી શકે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની આસપાસ ઊંચી ઇમારતો, ટાવરો અને વૃક્ષો વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણ માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યાં છે. આ મુદ્દે દાયકાઓથી લડત આપી રહેલા સ્થાનિક નાગરિક વિશ્વાસ ભામ્બૂરકર બિલ્ડરો અને સત્તાધીશોના ગેરકાયદે બાંધકામોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમના આરોપો અનુસાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ની મંજૂરીનું ઉલ્લંઘન કરીને બિલ્ડરો ઊંચી ઇમારતો બનાવી રહ્યા છે, જેના કારણે વિમાનોની સલામતી દાવ પર છે.
અમદાવાદ હવાઈ મથકને નડતરરૂપ થતી હોવાથી ઈમારતોની ઉંચાઈ વધારવા મંજૂરી મળી શકે નહીં પણ બિલ્ડરોએ અમદાવાદ મહાનગર પાલિકા અને વહાઈ સત્તા મંડળ સમક્ષ અલગ અલગ પ્લાન મૂકીને મંજૂર કરાવ્યા છે. જેમાં એરપોર્ટ ઓથોરીટી સમક્ષ અક્ષાંશ રેખાંશ પ્રમાણે ખોટા નકશા 150 બિલ્ડીંગોના મંજૂર કરાયા છે. આ કૌભાંડમાં સામેલ બિલ્ડરો, અધિકારીઓ અને રાજકીય આગેવાનો સામે તપાસની માંગ ઉઠી રહી છે. તંત્રએ આ મામલે તુરંત પગલાં ભરવા જરૂરી છે, જેથી વિમાનોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ ગુજરાત રાજ્યનું સૌથી વ્યસ્ત અને સૌથી મોટું એરપોર્ટ છે. તેની સલામતી અમદાવાદના બિલ્ડરોએ જોખમી બનાવી છે.
એરપોર્ટ ઓથોરીટી સામે જેનો નકશો મૂકે તે સ્થના બદલે બીજા સ્થળનું બિલ્ડીંગ બનાવી દે છે. કુબેરનગરનું બિલ્ડીંગ બોપલમાં નકશામાં બતાવી દઈને એરપોર્ટની મંજૂરી આપે છે. આવા મકાનો સામે એરપોર્ટ ઓથોરીટી કંઈ કરતી નથી. જ્યોગ્રાફિક કોર્ડિનેશ કે રેખાંશ અક્ષાંશ પ્રમાણે મકાનોના એડ્રેસ આપે છે, મંજૂરી આપે છે.
150 ગેરકાયદે બિલ્ડીંગો છે તે બધી તોડી પાડવી પડે તેમ છે. નકલી નકશા બતાવીને ફોજદારી ગુનો બિલ્ડરોએ કર્યો છતાં કોઈની સામે ફરિયાદ નહીં. અમદાવાદ હવાઈ મથકના 4 કિલોમીટરના આવેલા રેડિયેશનમાં બાંધકામો માટે મનાઈ છે. તેનાથી દૂરના વિસ્તારોની ઊંચાઈ ઘટતી જાય છે
નાણાકીય વર્ષ 2024-25 માં અમદાવાદથી 1 કરોડ 30 લાખ મુસાફરોએ આવજાવ કરી હતી. આમ આ 1 કરોડ 30 લાખ મુસાફરો માટે ઈમારતો જોખમી બની છે. ભારતમાં મુસાફરોની અવરજવરની દૃષ્ટિએ સાતમું સૌથી વ્યસ્ત હવાઈ મથક છે. આ વર્ષે દોઢ કરોડ મુસાફરો થઈ જશે.
અમદાવાદ એરપોર્ટની આસપાસ 333 ઇમારતો, ટાવરો અને વૃક્ષો વિમાનોના માર્ગમાં અડચણ બની રહ્યા છે. જે ગેરકાયદે બની ગયા છે. આમાં સિવિલ હોસ્પિટલની ઇમારત પણ સામેલ છે, જે વિમાનોના માર્ગથી 7 મીટર ઊંચી છે. એરપોર્ટ 1937માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય વિમાનો 26 જાન્યુઆરી 1991થી ઉડી રહ્યાં છે. 23 મે 2000માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો અપાયો હતો. ત્યારથી હવાઈ મથક નજીક મકાનોની ભારે માંગ ઉભી થઈ તેનો ફાયદો બિલ્ડરોએ લીધો હતો.
એન્ટીકોલીઝન લાઈટ દરેક ઊંચી ઈમારતમાં ઉપર મૂકવી પડે પણ તે મૂકવામાં આવતી નથી. ઊંચી બિલ્ડીંગો પર ઝબકતી લાલ લાઈટ મૂકવી પડે તે મૂકવામાં આવતી નથી, વિમાન માટે જોખમી બની જાય છે.
150 ઇમારતો એવી છે કે જેની મંજૂરી એક સ્થળ માટે લેવાઈ, પરંતુ બાંધકામ બીજા સ્થળે કરવામાં આવ્યું. આ ઇમારતોને તોડી પાડવાની જરૂર છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. માર્ચ 2004માં, એર ઇન્ડિયાએ બોઇંગ 747 દ્વારા લંડનના હીથ્રો એરપોર્ટ માટે સેવા શરૂ કરી. પણ 2008થી 2010 સુધી લંડનની ફ્લાઈટ બંધ કરી દીધી હતી. આ ફ્લાઇટ યુનાઇટેડ કિંગડમમાં ગુજરાતના 10 લાખ લોકોને મુસાફરી કરાવે છે. ત્યારથી હવાઈ મથક નજીક ઉંચા મકાનો બનવા લાગ્યા હતા.
બિલ્ડરો એરપોર્ટ ઓથોરિટી સામે ખોટા નકશા રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, કુબેરનગરની ઇમારતનો નકશો બોપલના સ્થળ માટે રજૂ કરીને મંજૂરી મેળવવામાં આવે છે. કારણ કે હવે 88 વર્ષ જૂના એરપોર્ટ પર વિસ્તરણની મર્યાદાઓને કારણે નવું ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીનું એક ઊંચું બિલ્ડિંગ પણ અમદાવાદ એરપોર્ટના વિમાનોના માર્ગમાં અડચણ ઉભી કરે છે. અહીં 12 ઉંચી ઈમારતો છે જેમાં એક વિમાનના માર્ગમાં નડે એટલી ઊંચી છે.
એરપોર્ટ ઓથોરિટી, અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને DGCAના અધિકારીઓ આ ગેરકાયદે બાંધકામો સામે પગલાં લેતા નથી. આરોપ છે કે રાજકીય દબાણ અને ષડયંત્રને કારણે આ મામલો દબાવવામાં આવે છે.
એરપોર્ટ એર ઇન્ડિયા માટે ફોકસ સિટી અને ઇન્ડિગો માટે ઓપરેટિંગ બેઝ તરીકે સેવા આપે છે. ઊંચી ઇમારતોની યાદી પાયલટોને આપવામાં આવતી નથી, જેના કારણે વિમાનોની સલામતી જોખમમાં છે. ઉપરાંત, ઊંચી ઇમારતો પર ફરજિયાત એન્ટિ-કોલિઝન લાઇટ્સ અથવા ઝબૂકતી લાલ લાઇટ્સ લગાવવામાં આવતી નથી.
આ ગેરકાયદે બાંધકામોનું કૌભાંડ 1986થી ચાલી રહ્યું છે, પરંતુ તેને રોકવા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. અમદાવાદ હવાઈ મથકના 4 કિલોમીટરના ઓવલ રેડિયેશનમાં બાંધકામો માટે મનાઈ છે. ભાજપના 12 મેયર તેના માટે જવાબદાર છે. 7 મેયર કોંગ્રેસના જવાબદાર છે.
ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે જાહેર હિતની અરજી 2021થી પેન્ડિંગ છે, પરંતુ ઝડપી નિર્ણય લેવામાં આવતો નથી. અમદાવાદ એરપોર્ટ, સત્તાવાર રીતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IATA: AMD, ICAO: VAAH) છે. જેમની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. ગુજરાતની વડી અદાલત જાહેર હીતની અરજીનો ઝડપી નિકાસ કરતી નથી.
કાયદા છે પણ તે કાયદાનું પાલન બિલ્ડરો અને અધિકારીઓ કરતાં નથી, રાજકારણો રક્ષણ આપે છે. આ કૌભાંડમાં જોડાયેલા ડીજીસીએના અધિકારીઓ, ટાઉનપ્લાનીંગના અધિકારીઓ, મેયરો અને નેતાઓની છૂપી આવક અને તેમના સંતાનો કેટલાં પાયલ છે તેની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે. એરપોર્ટ ઓથોરીટી પહેલાં મકાનોની યાદી તેની વેબસાઈટ પર મૂકતી હતી, આ યાદી હટાવી દેવામાં આવી.
ગુજરાતની વડી અદાલતે તુરંત પગલાં ભરવા કહેવું જોઈએ પણ ન્યાયાધીશો 2021થી સાંભળતા નથી. ઉંચા મકાનો તોડીને વિમાનો સલામત બનાવો, મકાનોના માલિકોને વળતર બિલ્ડરો આપે.
એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી બિલ્ડરોએ લેવી પડે છે. બિલ્ડરો મંજૂરી લે છે તેનાથી વધારે ઉંચી બિલ્ડીંગ બનાવી દે છે. ઊંચી ગેરકાયદે બિલ્ડીંગોને કાયદેસર કરી દેવાનું મોટું કૌભાંડ અમદાવાદમાં છે. પછી ગ્રાહકોને મંજૂરી બતાવીને તેનું વેચાણ કરે છે, મકાન ખરીદનારાઓને બિલ્ડરો વેચે છે.
10 વર્ષથી લડતાં વિશ્વાસને ધમકી આપી, પોલીસે કંઈ ન કર્યું. વિશ્વાસ ભામ્બૂરકર આ મુદ્દે 10 વર્ષથી એકલા લડત આપી રહ્યા છે, પરંતુ તેમને ધમકીઓ મળી છે અને પોલીસે કોઈ પગલાં લીધા નથી. તેમની માંગ છે કે ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવે અને ખરીદનારાઓને બિલ્ડરો દ્વારા વળતર આપવામાં આવે.
વિશ્વાસ અન્ના આંદોલનથી જાણીતા થયા હતા. તેઓ લડાકુ છે. આર્થિક અગવડતા હોવા છતાં અમદાવાદ અને સુરતની મળીને 2 કરોડના નાગરિકો માટે જાતે કાનુની લડાઈ લડે છે. પોતે દેશની સર્વોચ્ચ અદાલતમાં લડી રહ્યાં છે.
વિશ્વાસ પોતે ભારતનો નંબર વન રનર્સ છે, બ્રાઝિલ રન 48 કલાસમાં પૂરી કરેલી હતી જે તેનો રેકોર્ડ છે. ગોલ્ડ મેડલ મળેલા છે
માઉન્ટેનિંગ કરાવતા હતા. પણ સરકાર અને સત્તા સામે લડતના કારણે તે બંધ થતા આર્થિક હાલત ખરાબ બની ગઈ હતી. ભાડું, ખાવાના નાણાં બચાવીને પણ તેઓ 2012થી અનેક મુદ્દા પર લડી રહ્યાં છે. તેઓ દેશના નાગરિકોની સુરક્ષા માટે ધૂની અને જીદ્દી બનીને કામ કરી રહ્યાં છે. તેઓ સંઘર્ષ કરીને ગુજરાત માટે લડી રહ્યાં છે.
એકમાત્ર અમદાવાદ જ નહીં, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના છ હવાઈ મથકોની આસપાસ 1500થી વધુ ઊંચી ઇમારતો અને ટાવરો વિમાનો માટે જોખમી છે. સુરતમાં જ 1000 આવા અવરોધો છે. આ ઇમારતોનો વાર્ષિક સરવે કરવામાં આવતો નથી.
ગુજરાતના તમામ 6 હવાઈ મથકોએ ઉંચી ઈમારતો અને ટાવરો વિમાન સામે જોખમી છે. 6 હવાઈ મથકો મળીને વર્ષે 2 કરોડ લોકો ઉડે છે. સુરતમાં 1 હજાર આવી ઈમારતો અને ઉંચા ટાવર કે વૃક્ષો છે
ગુજરાતમાં 1500થી વધારે ઉંચા મકાનો કે ટાવર કે વૃક્ષો છે, તે વિમાન માટે જોખમી છે. સુરત, વડોદરા,, રાજકોટ, અમદાવાદના હવાઈ મથકો પાસે દર વર્ષે ઉંચી ઈમરતોનો સરવે કરવો પડે પણ થતો નથી. ઈમારતોનો સરવે ન કરાવીને ભાજપના મેયરો બિલ્ડરોને બચાવે છે.
ગીફ્ટ સિટીનું એક ઊંચું બિલ્ડીંગ પણ અમદાવાદ એરપોર્ટના વિમાનો સામે અડચણરૂપ છે
Related Posts
Top News
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Opinion
