કોંગ્રેસ પાર્ટીમાં બે ભાગલા પડી ગયા છે અને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના જુદા જુદા કેમ્પ બની ગયા છે એવી ચર્ચાએ જોર પકડયુ છે, જો કે, કોંગ્રેસ પાર્ટીએ આ વાતનો ઇન્કાર કર્યો છે.
લોકસભાના શિયાળુ સત્રમાં જ્યારે SIRના મુદ્દા પર ચર્ચા થઇ ત્યારે રાહુલ ગાંધીએ અપેક્ષા મુજબ આક્રમક રજૂઆત નહોતી કરી અને શિયાળુ સત્રની વચ્ચે રાહુલ જર્મની ઉપડી ગયા હતા.
એની સરખામણીએ પ્રિયંકા ગાંધીએ વંદે માતરમની ચર્ચામાં જોરદાર દલીલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ત્યારથી કોંગ્રેસના જ કેટલાંક નેતાઓ એવું ઇચ્છી રહ્યા છે કે,કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી સંભાળે. રાહુલ ગાંધી સ્ટેટ ફોરવર્ડ અને ઇમોશનલ વ્યકિત છે તેમનામાં રાજકારણીના ગુણ નથી. જ્યારે પ્રિયંકા ચતુર છે અને દાદી ઇંદિરાના ગુણો તેમનામાં દેખાઇ રહ્યા છે.