‘મેં અત્યાર સુધી કોઈ સપનું જોયું નથી, હું શાંતિથી ઊંઘી જાઉં છુ’, જાણો આવું શા માટે બોલ્યા અમિત શાહ

ગુરુવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજતકના કાર્યક્રમ પંચાયત આજ તક બિહારમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે બિહાર ચૂંટણી સંબંધિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે, હિન્દી પટ્ટામાં બિહાર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપના ક્યારેય મુખ્યમંત્રી રહ્યા નથી. શું ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં ભાજપના મુખ્યમંત્રીનું સપનું જુએ છે?

આનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, ‘પહેલી વાત તો મેં અત્યાર સુધઇ કંઈ સપનું જોયું નથી. હું ખૂબ જ શાંતિથી ઊંઘી જનારો વ્યક્તિ છું. તો મારું સપનું તમને કોણે કહી દીધું આ મારા માટે રહસ્ય છે. ખેર... ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનમાં માને છે. જેમ મેં કહ્યું હતું કે, છેલ્લી ચૂંટણીમાં અમારી પાસે વધુ બેઠકો હતી, છતા અમે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા. જોકે, નીતિશ કુમારે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું હતું કે તમે વધુ બેઠકો જીતી છે. ગઠબંધન ધર્મ તો એમ જ કહે છે કે મુખ્યમંત્રી તમારા પક્ષના હોય. તમે બનાવો, અમે સમર્થન આપીશું.

amit shah
facebook.com/amitshahofficial

તેમણે આગળ કહ્યું કે, ‘પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને અમારા પક્ષ વતી કહ્યું કે, ‘નહીં, તમે નેતૃત્વ કરો, અમને કોઈ વાંધો નથી. અમે કેન્દ્રમાં ત્યારે પૂર્ણ બહુમતી સરકાર પ્રાપ્ત કરી હતી અને ત્યારે પણ અમે NDA સરકાર બનાવી હતી. રાજ્યોમાં પણ ભલે તે ઉત્તર પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર, જ્યાં પણ અમે સંપૂર્ણ બહુમતી મેળવી હોય અથવા સાથી પક્ષો સાથે બહુમતી મેળવી હોય, અમે NDA સરકારો ચલાવી છે. અમે હંમેશા ગઠબંધનનું સન્માન કર્યું છે અને આ વખતે પણ કરીશું.

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેઠક વહેંચણીને લઈને NDAમાં કોઈપણ મતભેદને નકારી કાઢતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે NDA ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. આજ તક સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં અમિત શાહે કહ્યું કે, ‘નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે કે નહીં તે હું નક્કી કરનાર હું નથી. હાલમાં, અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. ચૂંટણી બાદ બધા સાથી પક્ષો સાથે બેસીને મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે.

નીતિશ કુમારના વારંવાર પક્ષ બદલવાના ટ્રેક રેકોર્ડ બાબતે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું કે, ‘નીતિશ કુમાર ભારતીય રાજકારણમાં ખૂબ જ અગ્રણી નેતા છે. તેઓ ક્યારેય કોંગ્રેસ પાર્ટીમાં નથી રહ્યા અને કોંગ્રેસ પાર્ટી સાથે રહેવાનો તેમનો રેકોર્ડ ક્યારેય 2.5 વર્ષથી વધુ રહ્યો નથી. કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન તેમના જીવનના નોંધપાત્ર ભાગના આધારે થવું જોઈએ. તેઓ એક લાક્ષણિક સમાજવાદી નેતા છે. પોતાના રાજકીય જીવનની શરૂઆતત જ કોંગ્રેસનો વિરોધ કરતા રહ્યા છે, જેમની શરૂઆત 1974માં જેપી આંદોલનથી થઈ. ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી કટોકટી દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી સામે પણ બહાદુરીથી લડ્યા હતા. મારું માનવું છે કે તેમના પર ભાજપનો ભરોસો તો છે જ, બિહારના લોકોને પણ છે.

નીતિશ કુમારના ખરાબ સ્વાસ્થ્ય અને કથિત અનિયમિત વ્યવહાર બાબતે વિપક્ષના વારંવારના દાવાઓ પર સ્પષ્ટતા કરતા અમિત શાહે કહ્યું કે, ‘મેં તેમની સાથે સામસામે લાંબી વાતચીત કરી છે. મારી તેમની સાથે ફોન પર પણ લાંબી વાતચીત થઈ છે. મેં તેમના સ્વાસ્થ્યમાં આવું કંઈ જોયું નથી. વૃદ્ધાવસ્થાને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારમાં સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમની ટીમ તેમની સાથે સંકલનમાં બધા નિર્ણયો લે છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.