મહારાષ્ટ્રમાં ઓવૈસીની AIMIMએ કેવી રીતે પલટી દીધી બાજી? પોલિટિકલ પાર્ટીઓ હેરાન

મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. BMC સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી મોટાભાગમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ (BJP+શિંદે)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. મુંબઈમાં, ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સ્પષ્ટપણે સત્તામાં આવવા તૈયાર છે. બીજી તરફ, આ નાગરિક ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMએ પણ પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે.

રાજ્યમાં AIMIMએ માલેગાંવ, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, ધુળે અને નાંદેડ જેવા કેતાલક અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. રાજ્યભરમાં કુલ 74 AIMIM ઉમેદવારો ચૂંટાયા છે. મુંબઈમાં AIMIMના 5 ઉમેદવારો છે, સંભાજીનગરમાં AIMIMના 24, અમરાવતીમાં AIMIMના 6 ઉમેદવારો ચૂંટાયા છે. માલેગાંવમાં, AIMIM20 બેઠકો જીતી છે.

asaduddin-owaisi
thequint.com

માલેગાંવમાં પાર્ટી સૌથી વધુ બેઠકો જીતી છે. નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જ્યાં 14 AIMIMના કાઉન્સિલર ચૂંટાયા છે. ધુળે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ AIMIMએ 8 બેઠકો જીતી હતી. જાલનામાં AIMIMએ 2 બેઠકો જીતી હતી.

સમાજવાદી પાર્ટીએ પણ કેટલાક વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું. માલેગાંવમાં AIMIMના 6 ઉમેદવારો જીત્યા. તો, AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા અને અપેક્ષિત સફળતા મળી છે. મુંબઈથી લઈને માલેગાંવ અને નાંદેડ સુધી, આ પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે. પાર્ટીની સમગ્ર તાકતને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે તેના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું. હવે, આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં તેની રણનીતિ શું રહેશે તે જોવાનું રહેશે.

asaduddin-owaisi1
facebook.com/Asaduddinowaisi

મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે AIMIM અલગથી લડવાને કારણે મહા વિકાસ આઘાડીમાં રહેલી પાર્ટીઓને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં, AIMIM માત્ર થોડી જ બેઠકો સુધી મર્યાદિત રહેતી હતી, પરંતુ આ વખતે તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં સફળ રહી છે.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.