PM મોદી સામે એકઠા થયેલા વિપક્ષને લઇ પ્રશાંત કિશોરે માર્યો મોટો ટોણો, આ લોકો...

પ્રશાંત કિશોર જન સુરાજ પદયાત્રાને લઇને સમગ્ર બિહારનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સતત તમામ પાર્ટીઓ પર નિશાનો સાધી રહ્યા છે. હવે તેમણે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું, તેજસ્વી યાદવ જો લાલૂ યાદવના દીકરા ના હોત તો દેશમાં એવી કોઈ નોકરી નથી, જે તેમને તેમની આવડત પર મળી જાય. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, નીતિશ કુમાર અને રાજદનું પોતાનું ઠેકાણુ નથી. આ લોકો શું કોઈને PM બનાવશે. 2024માં નીતિશની હાલત ચંદ્રબાબૂ નાયડૂ જેવી થઈ જશે. પીકેએ આ હુમલો એવા સમયે કર્યો, જ્યારે નીતિશ અને તેજસ્વી લોકસભા ચૂંટણીમાં BJP વિરુદ્ધ વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીતિશ અને તેજસ્વીએ હાલમાં જ લખનૌમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા નીતિશ અને તેજસ્વી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ, તેમણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. પીકેએ BJP પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું, બિહારમાં BJPની ઔકાત માત્ર પિછલગ્ગૂ જેવી રહી છે. BJP એ બિહારના ભવિષ્યને નીતિશના હાથોમાં વેચી દીધુ. આ પહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું, જંગલરાજના ડરથી લોકો લાલૂ યાદવના RJDને વોટ ના આપીને મજબૂરીમાં BJP ને વોટ આપી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, બિહારના લોકો વોટના દિવસે મુખ્યરૂપે ચાર મુદ્દા પર જ વોટ કરે છે. પહેલું જાતિના નામ પર, જો તેનાથી બચી જાય છે, તો તેઓ હિંદુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાનના નામ પર વોટ કરે છે. તેઓ કહે છે કે, બધા હિંદુ એક થઈ જાઓ, મુસ્લિમોને અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો છે. જ્યારે, ઘરમાં ભણેલો-ગણેલો દીકરો બેકાર બેઠો છે, તેને ભૂલી ગયા છે. પરંતુ, વોટના દિવસે માત્ર પાકિસ્તાન યાદ રહે છે અને હિંદુ બનીને વોટ કરે છે.

2019 લોકસભા ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ BJP વિરુદ્ધ ત્રીજો મોરચો બનાવવાની કવાયદ કરી હતી. તેઓ કોંગ્રેસ વિના નવો મોરચો બનાવવા માંગતા હતા. તેના માટે તેમણે અલગ-અલગ રાજ્યોમાં જઈને ક્ષેત્રીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂ સતત 1996 લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપી રહ્યા હતા, જ્યારે ક્ષેત્રીય પક્ષોએ સાથે આવીને સરકાર બનાવી હતી.

જોકે, 2019માં તેનાથી ઉલ્ટું થયુ. જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીમાં ચંદ્રબાબૂ નાયડૂની વિપક્ષને સાથે લાવવી કોશિશ અધૂરી રહી ગઈ, તો બીજી તરફ રાજ્યના CM પદથી પણ હાથ ધોવા પડ્યા. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી TDPને માત્ર 3 સીટો મળી, તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં તેમને 23 સીટો પર જ જીત મળી શકી. જ્યારે, જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 151 સીટો પર જીત મેળવી.

Top News

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Copyright (c) Khabarchhe All Rights Reserved.