‘માત્ર એક વર્ષના મહેમાન છે પુતિન!’ પૂર્વ રશિયન રાજનેતાનો દાવો, બોલ્યા-આગામી...

રશિયાના એક પૂર્વ રાજનેતાએ દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો અંત નજીક આવી ગયો છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, દેશની સંઘીય વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી ઇલ્યા પોનોમારેવે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વર્ષ કરતા વધુ સમય સુધી જીવિત નહીં રહે અને 7 ઓક્ટોબરના રોજ પોતાનો આગામી જન્મદિવસ નહીં જોઇ શકે. UKની ન્યૂઝ એજની એક્સપ્રેસ સાથે વાત કરતા પોનોમારેવે કહ્યું કે, વ્લાદિમીર પુતિનનું પતન ત્યારે થશે, જ્યારે યુક્રેન ક્રીમિયા પર ફરીથી દાવો કરશે, જેને વર્ષ 2014માં રશિયાએ પોતાના કબજામાં લઇ લીધું હતું.

પોનોમારેવ ક્રીમિયાના વિલય વિરુદ્ધ મતદાન કરનારા એકમાત્ર ડેપ્યુટી હતા અને તેમણે વ્લાદિમીર પુતિન પર ચૂંટણીમાં ગરબડ કરવાનો ખુલ્લી રીતે આરોપ લગાવ્યો હતો. સખત કાર્યવાહીના ડરથી તેઓ વર્ષ 2016થી યુક્રેનના નિર્વાસનમાં રહે છે. પોનોમારેવે એક્સપ્રેસને જણાવ્યું કે, યુક્રેની સેના એક ને એક દિવસે ક્રીમિયામાં પ્રવેશ કરશે અને એ દિવસે પુતિનનો અંત થઇ જશે. જે પ્રકારે પુતિને પોતાને અત્યારે પોઝિશન કર્યા છે, તેઓ આ પ્રકારની સૈન્ય હારને યથાવત નહીં રાખી શકે.

પોનોમારેવે યુક્રેન સાથેના યુદ્ધ પર બોલતા કહ્યું કે, વ્લાદિમીર પુતિન જાણે છે કે તેઓ યુદ્ધ હારી રહ્યા છે, પરંતુ તેમને અત્યારે પણ વિશ્વાસ છે કે તેમની સેના જીતી જશે. એક અન્ય ઘટનામાં રશિયન સાંસદે પુતિનના ભાષણ દરમિયાન કાનો પર નૂડલ્સ લટકાવીને તેમનું મજાક ઉડાવ્યું. પુતિનના સંબોધન દરમિયાન રશિયન સાંસદ મિખાઇલ અબ્દાલકિને કાનો પર નૂડલ્સ લગાવીને તેમનું ભાષણ સાંભળ્યું.

મિખાઇલનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ ગયો. ‘કાનો પર નૂડલ્સ લટકાવો’ એક મહાવરો છે જેનો અર્થ છે કે, કોઇ વ્યક્તિને ભરમાવવા કે મૂર્ખ બનાવવા. આ વીડિયોના માધ્યમથી તેઓ દર્શાવી રહ્યા છે કે પુતિન આ મામલે, ખોટું બોલીને બીજાઓને ભરમાવી રહ્યા છે કે મૂર્ખ બનાવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી શરૂં કરવામાં આવેલા યુદ્ધને હવે એક વર્ષ થઇ ચૂક્યું છે. એક વર્ષમાં ન માત્ર પુતિનનો દેશ અલગ પડી ચૂક્યો છે, પરંતુ તેની પાસે હવે મિત્ર કે ભરોસાપાત્ર લોકો પણ બચ્યા નથી.

એક્સપર્ટ્સ જણાવે છે કે, વ્લાદિમીર પુતિનના જૂના સહયોગી હવે પોતાને તેમનાથી દૂર કરી રહ્યા છે. એક નવા સોવિયત સંઘના નિર્માણનું પુતિનનું સપનું હવે ધૂળમાં મળતું દેખાઇ રહ્યું છે. રશિયા પોતાની શક્તિનો વિસ્તાર કરવા માટે ઘણા પાડોશી દેશો સાથે તાલમેળ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ યુક્રેન પર હુમલા બાદ મોટા ભાગના દેશ તેમની સાથે ‘અભડાવા’ જેવો વ્યવહાર કરી રહ્યા છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.