રાદડીયા, અલ્પેશ, હાર્દિક, શંકર ચૌધરીની બાદબાકી, ભાજપનું ગણિત સમજો

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં જયેશ રાદડીયા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને શંકર ચૌધરીના નામ જોર શોરથી ચાલતા હતા તો પછી નવા મંત્રી મંડળમાં આ લોકોના બાદબાકી કેમ થઇ ગઇ? એવો સવાલ બધાના મનમાં થાય છે.

જયેશ રાદ઼ડીયાને મંત્રી મંડળમાં ન લેવા પાછળનું કારણ મેન્ડેન્ટની અવગણના, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથેનો વિવાદ અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર કારણભૂત છે.

અલ્પેશ ઠાકોર મુળ કોંગ્રેસના છે અને  મંત્રી મંડળમાં અર્જૂન મોઢવાડિયાને સ્થાન મળ્યું અને કુંવરજી બાવળિયાને યથાવત રખાયા એટલે વધારે કોંગ્રેસીઓને સ્થાન આપીને ભાજપ જોખમ લેવા નહોતું માંગતું.

હાર્દિક પટેલને તેનો સ્વભાવ નડી ગયો. પોતાની જ સરકારને ચીમકી આપવાનું ભારે પડી ગયું. શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ તરીકે શ્રેષ્ઠ રહ્યા છે એટલે તેમને ભાજપ યથાવત રાખવા માંગે છે.

About The Author

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.