- Politics
- જામનગરના ભાજપના MLA રિવાબા જાડેજાને વિવાદો સાથે જૂનો નાતો છે
જામનગરના ભાજપના MLA રિવાબા જાડેજાને વિવાદો સાથે જૂનો નાતો છે
ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ પોતાના પુત્ર રવિન્દ્ર અને વહુ રિવાબા જાડેજા વિશે જે નિવેદન આપ્યું એ પછી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતાએ કહ્યું હતું કે, લગ્નના 3 જ મહિનમાં હું રવિન્દ્ર અને રિવાબાથી જુદો થઇ ગયો છું, અમારા પરિવારને તેમની સાથે કોઇ સંબંધ નથી. આ પછી રવિન્દ્ર જાડેજાના ટ્વીટે પણ ભારે હોબાળો મચી ગયો. હવે સોશિયલ મીડિયા પર એ વાતની ચર્ચા ચાલે છે કે રિવાબા જાડેજાને તો વિવાદો સાથે જૂનો નાતો છે.
ગયા વર્ષે 17 ઓગસ્ટના દિવસે જામનગર પાલિકા દ્રારા મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ થયો હતો, જેમાં ભાજપના સાંસદ પૂનમ માડમ અને જામનગર મહાનગર પાલિકાના મેયર સાથે રિવાબા જાડેજાની બબાલ થઇ હતી અને તેના વીડિયોએ પણ ભારે ચર્ચા જગાવી હતી.
એ પછી ગયા વર્ષે જ્યારે બિપોરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળી નાંખ્યું હતું ત્યારે અસરગ્રસ્તો માટેના ફુડ પેકેટમાં રિવાબાએ પોતાની તસ્વીરો લગાવી હતી. જેને કારણે પણ રિવાબા સામે લોકો ગુસ્સે થયા હતા.

