- Politics
- વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

(ઉત્કર્ષ પટેલ)
આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની પ્રસિદ્ધિ માટે દોડધામ કરતી જોવા મળે છે ત્યાં ગુજરાત ભાજપના એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય છે જે પોતાની સિદ્ધી પ્રસિદ્ધિની ચમકદમકથી દૂર રહીને ફક્ત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. ગુજરાતના સુરતની ઉધના વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ એક એવું નામ છે જેમની સાદગી અને સમર્પણ લોકો માટે પ્રેરણાદાયી છે. આજે જ્યારે રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવવા માટે દિવસરાત એક કરતા હોય છે ત્યારે વિવેકભાઈ પટેલ પોતાના મતવિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં વધુ રસ દાખવે છે. આ એક એવું ઉદાહરણ છે જે આપણને અને અન્ય રાજકારણીઓને સેવા અને સમર્પણના રાજકારણના સાચા અર્થની યાદ અપાવે છે.
ગુજરાતની ઉધના વિધાનસભા ક્ષેત્ર જે સુરતના ઔદ્યોગિક અને શ્રમિક વર્ગનું મુખ્ય કેન્દ્ર છે ત્યાંની જનતાની જરૂરિયાતો અને સમસ્યાઓ અન્ય વિસ્તારો કરતાં થોડી અલગ છે. અહીંના લોકો મોટાભાગે ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમની મુખ્ય ચિંતાઓમાં રોજગારી, આરોગ્ય, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. વિવેકભાઈ પટેલે આ બધી બાબતોને સમજીને પોતાની સેવાની કાર્યશૈલી ઘડી છે. તેઓ ફક્ત ચૂંટણી સમયે જ લોકોની વચ્ચે નથી જોવા મળતા પરંતુ દરેક સમયે તેમની સાથે જોડાયેલા રહે છે. તેમનું કાર્ય એટલું પારદર્શક છે કે લોકો તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરે છે.
એક ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે વિવેકભાઈ પટેલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ પોતાના મતવિસ્તારના દરેક નાનામોટા મુદ્દાને ગંભીરતાથી લે છે. પછી તે રસ્તાઓનું બાંધકામ હોય, પાણીની સમસ્યા હોય કે શિક્ષણની સુવિધાઓને મજબૂત કરવાની વાત હોય. તેઓ દરેક બાબતમાં સક્રિય રહે છે. આજના સમયમાં જ્યાં ઘણા રાજકીય નેતાઓ માત્ર મોટી મોટી વાતો કરીને પોતાની જવાબદારી પૂરી કરી લે છે ત્યાં વિવેકભાઈ પટેલ નાની નાની બાબતો પર ધ્યાન આપીને લોકોનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. તેમનું કામ એટલું સૈયમી હોય છે કે ઘણીવાર તેમની સિદ્ધિઓ મીડિયાના ચર્ચામાં પણ નથી આવતી પરંતુ ઉધનાના લોકોના હૈયામાં તેમનું સ્થાન અડગ છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે રાજકારણમાં એક મહત્વનું હથિયાર બની ગયો છે. ઘણા નેતાઓ પોતાની દરેક ગતિવિધિને ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર કરીને લોકોનું ધ્યાન આકર્ષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વિવેકભાઈ પટેલ આ બધાથી અલગ છે. તેઓ માને છે કે સાચી ઓળખ ફક્ત કામથી જ મળે છે નહીં કે માત્ર કેમેરાની ચમકથી. તેમની આ સાદગી અને નિષ્ઠા એ દર્શાવે છે કે રાજકારણમાં હજુ પણ એવા લોકો છે જેઓ સેવાને પોતાનું પ્રથમ ધ્યેય માને છે નહીં કે પ્રસિદ્ધિને.
વિવેકભાઈ પટેલનું જીવન અને કાર્ય સમાજસેવકો માટે આદર્શ ઉદાહરણ બની શકે છે. તેમની આ સમર્પણ ભાવના નવી પેઢીના નેતાઓને શીખવે છે કે લોકોનો વિશ્વાસ જીતવા માટે મોટી મોટી ઘોષણાઓની નહીં પરંતુ સાચા હૃદયથી કરેલા કામની જરૂર હોય છે. ઉધના વિધાનસભા ક્ષેત્રના લોકો માટે તેઓ ફક્ત એક ભૂતપૂર્વ ધારાસભ્ય નથી પરંતુ એક એવી વ્યક્તિ છે જે તેમની દરેક સમસ્યામાં સાથે ઊભી રહે છે.
આજે જ્યારે રાજકારણમાં ચમકદમક અને સોશિયલ મીડિયાના પ્રચારનું મહત્વ વધી ગયું છે ત્યારે વિવેકભાઈ પટેલ જેવા નેતાઓ આપણને યાદ અપાવે છે કે સાચું રાજકારણ એ જનસેવાનું માધ્યમ છે. તેમનું જીવન દર્શાવે છે કે જો નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરવામાં આવે તો લોકોના હૈયામાં સ્થાન મેળવવા માટે કોઈ મોટા પ્રચારની જરૂર નથી.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)