- Politics
- હેમંત સોરેનની ધરપકડથી ફાયદો કોને? આખો ખેલ 14 લોકસભા સીટનો છે
હેમંત સોરેનની ધરપકડથી ફાયદો કોને? આખો ખેલ 14 લોકસભા સીટનો છે

ઝારખંડના પૂર્વ મુખ્યંત્રી હેમંત સોરેનની ધરપકડને કારણે ફાયદો કોને થશે? રાજકારણના જાણકારોનું કહેવું છે કે આખો ખેલ રાજકીય છે અને ઝારખંડની 14 લોકસભા માટે આખી રમત રમાઇ રહી છે. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ઝારખંડની 14 લોકસભા બેઠકમાંથી ભાજપે 12 બેઠકો જીતી હતી અને એક બેઠક હેમંત સોરેનની પાર્ટી JMM અને એક બેઠક કોંગ્રેસે જીતી હતી.
ભાજપ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં વધારે એક બેઠક જીતવા માંગે છે અને એડીચોટીનું જોર લગાવી રહી છે. ઝારખંડમાં હેમંત સોરેનના પિતા શિબુ સોરેનનું આદિવાસી સમાજમાં ભારે વર્ચસ્વ છે કારણે કે તેમણે ઝારખંડ રાજ્ય અલગ રચવા માટે લાંબી લડાઇ લડી હતી અને આ આદિવાસીઓની જમીન અને મહાજની પ્રથા સામે પણ લાંબી લડત કરેલી. આ વાતની ભાજપને ખબર છે કે હેમંત સોરેનની ધરપકડ થશે તો આદિવાસી સમાજ નારાજ થશે. એટલે ભાજપે આદિવાસી મોટા નેતા ગણાતા બાબુલાલ મંરાડીને એક મોટા ચહેરા તરીકે આગળ કરી દીધા છે.