ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 14-09-2025
વાર- રવિવાર
મેષ- આજના દિવસમાં તમારી વાણીની મધુરતાથી લોકોને આનંદ આપી શકો, ધર્મ કર્યામાં વધારો થાય, દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.
વૃષભ - આજના દિવસમાં પરિવાર સાથે આનંદની પળ માણી શકશો, ભાઈ-બહેનો સાથેના સંબંધ મજબૂત બનાવો, ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.
મિથુન - તમારી બચતને વધારે મજબૂત બનાવવાના વિચારો આજે ચોક્કસ કરો, મોસાળ તરફ તમારી લાગણીમાં વધારો થાય, બાળકોને મીઠી વસ્તુ ચોકસ આપવી.
કર્ક - વિદ્યા અભ્યાસ અને બાળકોની બાબતો પર આજે ધ્યાન આપો, લાગણીઓ પર કાબુ પણ જરૂરી, આજે ગુરુજનના આશીર્વાદ પ્રાપ્ત કરો.
સિંહ - ઘરમાં આજે આનંદનું વાતાવરણ રહે, શારીરિક સ્ફૂર્તિમાં વધારો થાય, હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - આજે ભોજનનો પૂરતો આનંદ માણી શકશો, તમારી પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થાય, આજના દિવસમાં અભક્ષ્ય વસ્તુઓથી દૂર રહો.
વૃશ્ચિક - પતિ પત્ની ના સંબંધોમાં મજબૂતાઈ આવે, લોકોની લાગણીઓનો પ્રવાહ તમે અનુભવી શકશો.
ધન - મોસાળ તરફથી ધન લાભ થઈ શકે, આજે તમારા ખર્ચાઓ પર કાબુ રાખશો, આજના દિવસે સુગંધિત પદાર્થનો ઉપયોગ અવશ્ય કરો.
મકર - આજે સામાજિક કામમાં ભાગ લઈ શકો, અધૂરા કામોને આજે પૂર્ણ કરો, આજે પિતૃઓનું ધ્યાન કરી પીપળા ના દર્શન અવશ્ય કરો.
કુંભ - આજના દિવસે ભવિષ્યની યોજનાઓનું ઘડતર કરી શકશો, શારીરિક સ્વસ્થતામાં વધારો થાય.
મીન- આજે તમે યાત્રા પ્રવાસની મજા માણો, તમારા પ્રિયજનને મળવાનું થાય, તમે આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

