ડુક્કરના શુક્રાણુની ચર્ચા કેમ થઈ રહી છે? આ કામમાં ઉપયોગ કરી રહ્યા છે ડૉક્ટરો

આ દિવસોમાં ડુક્કરના શુક્રાણુ ચર્ચામાં છે. તેને લઈને એવી વાત થઈ રહી છે કે તેનો ઉપયોગ એક દુર્લભ અને અસાધ્ય રોગની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કયા પ્રકારના દુર્લભ રોગોની સારવાર માટે કરી શકાય છે.

આજકાલ, કેન્સરની સારવાર માટે જાત-જાતની પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, અને દરરોજ નવા સંશોધનો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, સંશોધકોએ આંખના કેન્સર માટે એક અનોખી સારવાર શોધી કાઢવાનો દાવો કર્યો છે. હવે, આ રોગ ડુક્કરના શુક્રાણુથી મટાડી શકાય છે.

pig1
pigprogress.net

રેટિનોબ્લાસ્ટોમા (RB) આંખના કેન્સરનું એક ખતરનાક સ્વરૂપ છે. આ મોટાભાગે શિશુઓ અને નાના બાળકોને અસર કરે છે. તેની સારવાર કરવી મુશ્કેલ છે. હવે, એક નવી પદ્ધતિ દ્વારા તેના સંપૂર્ણ ઉપચારનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સંશોધકોએ ડુક્કરના એક વિશેષ અંગમાંથી આ દુર્લભ રોગની સારવાર શોધી કાઢી છે. આ આંખના કેન્સરની સારવાર માટે એક અસરકારક અને સલામત પદ્ધતિ પ્રદાન કરી શકે છે. RBની સારવારની પરંપરાગત પદ્ધતિઓ, જેમ કે ઇન્જેક્શન, કીમોથેરાપી અને રેડિયોથેરાપી, ઘણીવાર પીડાદાયક હોય છે અને તેનાથી દૃષ્ટિ ગુમાવવા અને અન્ય ગંભીર આડઅસરો પેદા થઈ શકે છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ‘સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુક્કરના શુક્રાણુમાં હાજર કોષો દ્વારા છોડવામાં આવતા નાના વેસિકલ્સ, જેને એક્સોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે વિશિષ્ટ પ્રોટીનની મદદથી જૈવિક અવરોધોને પાર કરી શકે છે, જેથી તે આશાસ્પદ દવાના વાહક બની જાય છે.

pig
kids.britannica.com

આ પદ્ધતિનું પરીક્ષણ કરવા માટે સંશોધન ટીમે શુક્રાણુ-ઉત્પન્ન એક્સોસોમ્સ (sEVs)ને ફોલિક એસિડ અને CMG નેનોઝાઇમ સિસ્ટમ (કુદરતી ઉત્સેચકો નકલ કરતા તત્વો) સાથે જોડીને આંખના ટીપાં (આઈ ડ્રોપ) બનાવ્યા. ફોલિક એસિડ ગાંઠના કોષોને લક્ષ્ય બનાવે છે, જેથી આ પ્રણાલી સ્વાસ્થ્ય ટીશ્યૂને નુકસાન પહોંચાડ્યા વિના તેમણે સ્વયં નષ્ટ કરવા માટે એક્ટિવ કરી શકે છે.

આ દરમિયાન, SEV અસ્થાયી રૂપે આંખના રક્ષણાત્મક સ્તરોને ખોલે છે જેથી ઉપચારના અન્ય ઘટકોને અંદર લઈ જઇ શકાય. આ ટીપાં બે માર્ગો દ્વારા આંખમાં પ્રવેશ કરવામાં સક્ષમ હતા- કોર્નિયા (સૌથી બહારનું સ્તર) અને કન્જક્ટીવા, અથવા પોપચા અને આંખ વચ્ચેનો પાતળું, પારદર્શક પટલ. હાલમાં તેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સંશોધકોને આશા છે કે, આગળ માનવ પરીક્ષણો શરૂ થાય તે પહેલાં વધુ સંશોધન કરવામાં આવશે. ત્યારબાદ જ જ તેનો ઉપયોગ દવા માટે ઉકેલ તરીકે થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ...
Education 
વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના...
Education 
ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

ઓલાના સ્કૂટર અને તેમની ખરાબ સર્વિસ વિશે કોઈપણ ટિપ્પણી કરવી સમયનો બગાડ છે, કારણ કે કંપનીના અનેક દાવાઓ છતાં...
Tech and Auto 
રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.