RCB સાથે IPLની આ ફ્રેન્ચાઇઝી પણ વેચાવાની તૈયારીમાં! મોટા બિઝનેસમેનનો ચોંકાવનારો દાવો

IPLની નવી સીઝનને લઈને અત્યારથી જ કંઈક ને કંઈક હિલચાલ જોવા મળી રહી છે. ખેલાડીઓના રીટેન્શન લિસ્ટ જાહેર થઇ ચૂંકી છે અને આગામી થોડા દિવસોમાં હરાજી થશે. જોકે, સૌથી મોટી ચર્ચા વર્તમાન IPL ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વેચાણને લઈને છે. RCBને ચલાવતી કંપનીએ ફ્રેન્ચાઇઝી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખરીદદાર શોધી રહી છે. હવે બેંગ્લોર બાદ વધુ એક ટીમ વેચાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફ્રેન્ચાઇઝી છે રાજસ્થાન રૉયલ્સ.

RR1
BCCI

જી હાં, વર્તમાન IPL ચેમ્પિયન અને લીગની પ્રથમ ચેમ્પિયન ફ્રેન્ચાઇઝીના વેચાણ અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે. એક તરફ RCBના વેચાણની જાણકારી તેના માલિક ડિયાજિયો ગ્રુપ દ્વારા આપવામાં આવી છે, તો રાજસ્થાન રૉયલ્સ (RR) માટેનો દાવો એક મોટા ઉદ્યોગપતિ તરફથી આવ્યો છે. CEAT ટાયર મેન્યૂફેક્ચરિંગ કંપનીના માલિક હર્ષ ગોયેન્કાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સનસનાટીભર્યા દાવો કરીને બધાને હેરાન કરી દીધા છે.

મોટાભાગે બિઝનેસને લઈને રાજકારણ અને ક્રિકેટ સુધીના વિવિધ વિષયો પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા હર્ષ ગોયેન્કાએ 27 નવેમ્બર, ગુરુવારે સાંજે આ પોસ્ટથી બધાને હેરાન કરી દીધા છે. ગોયેન્કાએ પોતાના 'X' એકાઉન્ટ પર લખ્યું કે, ‘મને સાંભળવા મળ્યું છે કે માત્ર એક નહીં, પરંતુ IPLની 2 ટીમો વેચાવા માટે તૈયાર છે- RCB અને RR. સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે લોકો સારી કિંમતનો લાભ લેવા આતુર છે. તો પછી 2 ટીમો ઉપલબ્ધ છે અને 4/5 સંભવિત ખરીદદારો છે. કોને સફળતા મળશે- શું તે પુણે, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ કે પછી USAમાંથી હશે?’

રાજસ્થાન રોયલ્સનો માલિક કોણ છે?

જોકે, ગોયેન્કાની પોસ્ટથી એ સ્પષ્ટ નથી કે રૉયલ્સના માલિકો આખી ફ્રેન્ચાઇઝી વેચવા માગે છે કે કેટલોક હિસ્સો. રાજસ્થાન રૉયલ્સની માલિકી હાલમાં રોયલ મલ્ટિસ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની કંપની પાસે છે, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ મનોજ બડાલે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત પ્રખ્યાત અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ કંપની રેડબર્ડ કેપિટલનો પણ તેમાં હિસ્સો છે. રોયલ્સ દ્વારા હાલમાં આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

RR1
BCCI

બીજો પ્રશ્ન એ છે કે શું ગોયેન્કા પોતે તેમાંથી એક ફ્રેન્ચાઇઝી ખરીદવા માગે છે. લગભગ 36,000 કરોડની નેટવર્થ ધરાવતા હર્ષ ગોયેન્કા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક છે અને RPG ગ્રુપના માલિક છે. CEAT ટાયર્સ પણ આ ગ્રુપનો એક હિસ્સો છે. હર્ષ ગોયેન્કાના નાના ભાઈ સંજીવ ગોયેન્કા IPLની નવી અને સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સના માલિક છે. તો, શું આગામી દિવસોમાં IPLમાં 2 ભાઈઓ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે છે?

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.