- Sports
- લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગ...
લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગઈ'

લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ઘણા વિવાદાસ્પદ અમ્પાયરિંગ નિર્ણયો સામે આવ્યા છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રીફેલના. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી 1-1થી બરાબર છે અને ચોથા દિવસે કેટલાક નિર્ણયો પર ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોએ તીવ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોલ રીફેલ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ભારત વિરુદ્ધ ખોટા નિર્ણયો આપવા એ એક પેટર્ન બની ગઈ છે. પોતાની યુટ્યુબ ચેનલ પર, અશ્વિને રીફેલ સાથેનો પોતાનો અનુભવ શેર કર્યો.

અશ્વિને કહ્યું, 'પોલ રીફેલ સાથેનો મારો અનુભવ... હું એમ નથી કહેતો કે તેણે મને આઉટ આપવો જોઈએ. વાત એ છે કે જ્યારે ભારત બોલિંગ કરે છે, ત્યારે તેમને લાગે છે કે તે આઉટ નથી. જ્યારે ભારત બેટિંગ કરે છે, ત્યારે તેમને લાગે છે કે તે આઉટ છે. જો આવું ફક્ત ભારત સાથે જ નહીં પરંતુ બધી ટીમો સામે થાય છે, તો ICCએ તેના પર ધ્યાન આપવું જોઈએ.'

અશ્વિને ખાસ કરીને બે નિર્ણયો પર ભાર મૂક્યો. તેમણે સૌપ્રથમ મોહમ્મદ સિરાજ દ્વારા જો રૂટ સામેની મજબૂત LBW અપીલને નકારી કાઢવા વિશે વાત કરી, જેમાં રિપ્લેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બોલ લેગ સ્ટમ્પને સ્પર્શી રહ્યો હતો. પરંતુ DRSના 'અમ્પાયર કોલ' નિયમને કારણે મેદાન પરનો નિર્ણય યથાવત રહ્યો. દિવસના અંતે, શુભમન ગિલને બ્રાયડન કાર્સેના બોલ પર રીફેલ દ્વારા કેચ આઉટ આપવામાં આવ્યો, જ્યારે DRS સ્પષ્ટપણે દર્શાવે છે કે બેટ સાથે કોઈ સંપર્ક થયો નથી. અશ્વિને બીજા નિર્ણયનો ઉલ્લેખ કર્યો, જ્યાં બેટ અને બોલ વચ્ચે મોટું અંતર હતું.

અશ્વિને કહ્યું કે, મારા પિતા મારી સાથે મેચ જોઈ રહ્યા હતા અને તેમણે કહ્યું, 'જ્યારે પણ પોલ રીફેલ અમ્પાયર હશે, ત્યારે ભારત જીતી શકશે નહીં.' ત્યાં સુધી કે, માઈક આથર્ટન અને નાસિર હુસૈને પણ કહ્યું કે, ખેલાડીઓ સમય ખેંચે ત્યારે અમ્પાયરોએ વધુ કડક રહેવું જોઈએ.
ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર અનિલ કુંબલેએ પણ રીફેલના નિર્ણયો પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે પોલ રીફેલે નક્કી કર્યું છે કે ગમે તે હોય, આઉટ ન આપો. જે નજીક હોય તે આઉટ નથી.
Related Posts
Top News
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Opinion
