પહેલી ટેસ્ટમાં હાર બાદ અકળાયું ઓસ્ટ્રેલિયન મીડિયા, ભારતીય ટીમને લઇને કહી આ વાત

ઉપર જે ફોટો દેખાય છે તે ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ પડી ત્યારનો છે, જ્યારે બાઉન્ડ્રી પર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાતમી વિકેટ પડ્યા બાદ ખડખડાટ હસી પડ્યા હતા. આ ફોટોમાં રેન્સો પણ દેખાય છે, જે આ ટેસ્ટમાં ઝીરો રને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના મીડિયાએ આ ફોટો શેર કરીને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કઠોર શબ્દોમાં ઝાટકી નાખ્યા છે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 132 રનોથી શાનદાર જીત હાંસલ કરી લીધી. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના બોલરોએ એક જ સેશનમાં ઓસ્ટ્રેલિયાની બધી 10 વિકેટ પાડી દીધી. આ જીત સાથે જ ભારતીય ટીમે 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમની હાર બાદ ત્યાંની મીડિયામાં નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે.

કેટલીક મીડિયા આઉટલેટ્સનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં ક્યારેય હાવી ન દેખાઇ. તો કેટલાકનું માનવું છે કે ભારતીય ખેલાડી ટેક્નિકલી રૂપે શાનદાર હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્લેઇંગ ઇલેવન પર સવાલ ઊભા કરી દીધા અને આગામી મેચમાં ટ્રેવિસ હેડ અને કેમરન ગ્રીન જેવા ખેલાડીઓને ચાંસ આપવાની માગ ઉઠાવી છે. ફોકસ સપોર્ટે લખ્યું કે, ‘ઓસ્ટ્રેલિયન ટીમ ભારતે બિછાવેલી જાળમાં ફસાઇ ગઇ.

પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીચ ડાબા હાથના બેટ્સમેનો માટે એક માઠા સપના જેવી હશે, અહીં સુધી કે ડેવિડ વોર્નરના મનમાં એ જ તસવીરો ફરી રહી હતી અને તે કોઇ નવા નિશાળિયાની જેમ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહેમાન ટીમે પીચ પર સખત સંઘર્ષ છતા પોતાની બંને ઇનિંગમાં માત્ર 177 અને 91 રન બનાવ્યા. તો ભારતે એક જ ઇનિંગમાં 400 રન બનાવી દીધા.

ફોકસ સપોર્ટે ટ્રેવિસ હેડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા પર સવાલ ઊભા કર્યા. સિડની મોર્નિંગ હેરાલ્ડે ભારતની જીત બાદ પીચને લઇને વાત લખી. એક રિપોર્ટમાં લખ્યું કે, ઓસ્ટ્રેલિયાને એશિયન કન્ડિશનમાં હરાવવા માટે સૌથી સારી રીત પીચ નિર્માણ કરવાનું છે જેના પર રન બનાવવાનું થોડું મુશ્કેલ હોય. એશિયન ટીમો એવી પીચ બનાવવા માગતી નથી જે રમવા યોગ્ય નહીં હોય અને બંને ટીમોને જેના કારણએ સમાન મદદ મળે.

તેણે ગોલ ટેસ્ટ મેચ સાથે આ મેચની તુલના કરતા કહ્યું કે, દિનેશ ચાંદીમાલ, રોહિત શર્મા, જાડેજા અને અક્ષર પટેલ જેવા ટેક્નિકલી રૂપે મજબૂત વિરોધીઓએ ઓસ્ટ્રેલિયાને બંને મેચોમાં રમતથી બહાર કરી દીધી. news.com.auએ લખ્યું કે મેચથી પહેલા ચર્ચા પીચને લઇને થઇ રહી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમની રમત જોતા કોઇ પણ વ્યક્તિ માટે એ તર્ક આપવું મુશ્કેલ હશે કે પીચના કારણે ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું. ભારતના છેલ્લા બેટ્સમેનો પોતાની ટીમને મોટી લીડ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તો સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુસેન જ ઓસ્ટ્રેલિયા માટે 11 કરતા વધુ રન બનાવી શક્યા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.