- Sports
- ત્યાં પણ એવું કરીશું, જીતતા જ બાબરે ભારત વિરુદ્ધની મેચને લઇને કહી આ વાત
ત્યાં પણ એવું કરીશું, જીતતા જ બાબરે ભારત વિરુદ્ધની મેચને લઇને કહી આ વાત

એશિયા કપ 2023ની શરૂઆત ખૂબ જ ધમાકેદાર અંદાજમાં થઈ. પહેલી મેચમાં પાકિસ્તાની ટીમે નેપાળી ટીમને 238 રનથી હરાવી. પાકિસ્તાને, બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. હવે 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની ટીમની મેચ ભારતીય ટીમ સાથે રમાશે. આ હાઇવોલ્ટેજ મેચ માટે ફેન્સ ખૂબ જ વધારે એક્સાઈટેડ છે. નેપાળ વિરુદ્ધ મોટી જીત મેળવ્યા બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ભારત વિરુદ્ધ મેચ માટે મોટી વાત કહી હતી.
પાકિસ્તાની ટીમ હવે ભારત વિરુદ્ધ મેચ રમવા માટે શ્રીલંકા જશે, જે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના કેન્ડીના રમાશે. નેપાળ વિરુદ્ધ મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, આ મેચ ભારત વિરુદ્ધ મેચ માટે સારી તૈયારી હતી કેમ કે તેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો છે. અમે દરેક મેચમાં 100 ટકા આપવા માગીએ છીએ, આશા છે કે ત્યાં પણ એવું જ કરીશું. જ્યારે હું પીચ પર હતો તો કેટલાક બૉલ પારખવા માગતો હતો.
તેણે આગળ કહ્યું કે, બૉલ બેટ પર યોગ્ય સ્પીડથી આવી રહ્યો નહોતો. મેં મોહમ્મદ રિઝવાન સાથે પાર્ટનરશિપ કરી અને મેચ પર તેની ઊંડી અસર પડી. હું અને રિઝવાન બંને એક-બીજાને પ્રોત્સાહિત કરીએ છીએ. ઈફ્તિખાર અહમદ આવ્યા બાદ વસ્તુઓ બદલાઈ ગઈ. તેણે ખૂબ સારી બેટિંગ કરી, 2-3 ચોગ્ગા લગાવ્યા બાદ તે લયમાં આવી ગયો. હું આ પ્રદર્શનથી સંતુષ્ટ છું. ફાસ્ટ બોલરો અને સ્પિનરોએ પોતાનું કામ સારી રીતે કર્યું.
બાબરે કહ્યું કે, આ જીત અમને આત્મવિશ્વાસ અપાવશે, ભારત-પાકિસ્તાન હંમેશાં હાઇ ઇન્ટેન્સિટી લઈને આવે છે. અમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશું. પાકિસ્તાન વર્સિસ નેપાળ મેચની વાત કરીએ તો બાબર આઝમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફખર જમાને પહેલી જ ઓવરમાં 2 ચોગ્ગા લગાવીને ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો. એક સમય એવો હતો જ્યારે મેજબાન ટીમે 25 રન પર પોતાના બંને ઓપનર બેટ્સમેન ફખર જમાન અને ઈમામ-ઉલ હકની વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારે બાબત આઝમે મોહમ્મદ રિઝવાન (44) સાથે 86 રનની પાર્ટનરશિપ કરીનએ ટીમને સંભાળી. અજીબોગરીબ અંદાજમાં રિઝવાન રનઆઉટ થયા બાદ પાકિસ્તાને 12 રનના અંતરે આગા સલમાનની વિકેટ પણ ગુમાવી દીધી. બાબર આઝમે આ મેચમાં 151 રન બનાવ્યા. જેની મદદથી પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 342 રન બનાવ્યા હતા, જેના જવાબમાં નેપાળની આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રન પર જ આઉટ થઈ ગઈ.