રનરેટ સંભાળી લઈશું.. બાબરનું કોન્ફિડેન્સ તો જુઓ,પાક. સેમીફાઇનલમાં પહોંચવાનો દાવો

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાસે ઇંગ્લેન્ડને હરાવીને નેટ રનરેટ વધારવાનો સુપરપ્લાન છે. પાકિસ્તાન અત્યારે 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે છે અને સેમીફાઇનલમાં પહોંચવાની આશા બનાવી રાખવા માટે શનિવારે કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેણે પહેલા બેટિંગ કર્યા બાદ 278 રનથી જીત હાંસલ કરવી પડશે, પરંતુ જો પાકિસ્તાન પહેલા બોલિંગ કરે છે તો તેણે ઇંગ્લેન્ડને 50 રન પર ઓલઆઉટ કરવાનું લક્ષ્ય બે ઓવરમાં સાધવું પડશે.

જો ઇંગ્લેન્ડ 100 રન બનાવવામાં સફળ થાય છે તો 3 ઓવરની અંદર ચેઝ કરવા પડશે. શ્રીલંકા વિરુદ્ધ ગુરુવારે રાત્રે બેંગ્લોરમાં જીત સાથે જ પાકિસ્તાનનું ગણિત બગડી ગયું. જો પાકિસ્તાન પોતાની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવી દે છે તો તેનું કામ નેટ રનરેટ પર જઈને અટકી જહશે. મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા બાબર આઝમે કહ્યું કે, તેની પાસે નેટ રનરેટને પહોંચીવળવાનો પ્લાન છે.

ક્રિકેટમાં કંઇ પણ થઈ શકે છે. અમે પોતાના અભિયાનને હાઇ લેવલ પર લઈ જઈને સમાપ્ત કરવા માગીશું.’ બાબર આઝમે કહ્યું કે, ‘અમારી પાસે નેટ રનરેટ માટે એક યોજના છે અને અમે તેના પર અમલ કરવાનો પ્રયાસ કરીશું. અમે યોજના બનાવી લીધી છે કે પહેલી 10 ઓવરમાં કેવી રીતે રમીશું અને ત્યારબાદ શું કરવાનું છે. જો ફખર જમાન 20-30 ઓવર રમે છે તો અમે એ હાંસલ કરી શકીએ છીએ, જે આવશ્યક છે.

મેચ દરમ્યાન ઈફ્તિખાર અહમદ અને મોહમ્મદ રિઝવાનની ભૂમિકા મહત્ત્વની હશે. બાબર આઝમે એ પૂર્વ ક્રિકેટરો પર પણ પલટવાર કર્યો, જેમણે મેગા ઇવેન્ટ દરમિયાન તેના પ્રદર્શન અને કેપ્ટન્સીની નિંદા કરી હતી. તેણે કહ્યું કે, મારા પર કોઈ દબાવ નથી. હું છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન કરતો ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છું. ટી.વી. પર બેસીને વાત કહેવાની સરળ છે. જે મને સલાહ આપવા માગે છે તેઓ મારા નંબર પર સંપર્ક કરી શકે છે. અત્યારે મારું ધ્યાન આગામી મેચ પર છે.

હું કેપ્ટન્સીના ભવિષ્ય બાબતે પછીથી વિચારીશ. બાબર આઝમે વર્લ્ડ કપ દરમિયાન પોતાના પ્રદર્શન પર ભારતની પરિસ્થિતિઓની ભૂમિકા બાબતે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું મેચની સ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ક્યારેક ક્યારેક પરિસ્થિતીઓ આપણને ખૂલીને રમવાની મંજૂરી આપતી નથી. ભારતમાં દરેક આયોજન સ્થળની અલગ અલગ સ્થિતિઓ છે. અમે પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છીએ અને સ્થિતિઓ બાબતે વધુ જાણકારીઓ નથી. હું સ્વીકારું છું કે હું શાળને અનુરૂપ પ્રદર્શન ન કરી શક્યો.

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.