એક્સિડંટ પછી હવે પંત પાછો ક્યારે રમી શકશે, BCCIના અધિકારીએ આપી મોટી જાણકારી

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ડિસેમ્બર 2022માં થયેલા એક રોડ અકસ્માત બાદ થોડા મહિનાઓથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છે. આ ભયાનક દુર્ઘટનામાં તેને ઘણી ઇજાઓ થઈ હતી, જેના કારણે કોઈ નિર્ધારિત સમયરેખા નક્કી પણ કરવામાં આવી નથી. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે, 25 વર્ષીય ભારતીય ખેલાડી રિષભ પંતની આ વર્ષે મેદાનમાં વાપસી કરવાની ઓછી સંભાવના છે, જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક જાણકારે મેદાન પર રિષભ પંતની વાપસીની આશા વ્યક્ત કરી છે.

રિષભ પંત આ અપ્રિય દુર્ઘટનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં પણ ભાગ લઈ શક્યો નહોતો અને તેની જગ્યાએ દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવ્યો હતો. દિલ્હીની ટીમે આ વર્ષે નિરાશાજનક પ્રદર્શન કર્યું અને તે ક્વાલિફાય કરી શકી નહોતી. IPL સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડમાં 7 જૂનથી 11 જૂન વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલમાં પણ ભાગ ન લઈ શક્યો અને સાથે સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડમાં થનારી આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાથી પણ વંચિત રહી ગયો.

રિષભ પંતના સ્વાસ્થ્ય સુધાર પર જાણકારી આપતા એક BCCI અધિકારી એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, તેની રિકવરીની આશાથી સારી રીતે થઈ રહી છે અને મેદાન પર તેની વાપસી આશાથી પહેલા થઈ શકે છે. BCCIના જાણકારે કહ્યું કે, ચાલો સ્પષ્ટ કરી દઈએ કે પંતની એકથી વધુ સર્જરી ક્યારેય કરી નથી, જેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. બીજી સર્જરી બાબતે વધુ ચિંતા હતી. તેની દરેક ઇજા પર દેખરેખ કરવામાં આવી હતી. ભાગ્યશાળીના રૂપે તેની પ્રગતિ આશાથી સારી રહી. આ તેના માટે એક મોટું પ્રોત્સાહન છે.

તેનો અર્થ એવો થઈ શકે છે કે, તેની વાપસી અનુમાનથી જલદી સંભવ થઈ શકે છે. પંત એક સારા સ્પિરિટમાં છે અને તે હવે લાંબા સમય સુધી સ્ટિક વિના ચાલી શકે છે. તેનું રિહેબ પર મુખ્ય ધ્યાન તેની મજબૂતી પર છે અને જલદી જ ટ્રેનિંગ ફેઝમાં વાપસી કરશે. રિષભ પંત સ્વાસ્થ થવાના સંબંધમાં સૌથી નવી જાણકારી મુજબ, એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિષભ પંતને હવે જમણા ઘૂંટણ પર વધુ એક સર્જરી કરાવવાની જરૂરિયાત નહીં હોય.

કાર દુર્ઘટના બાદ આ ક્રિકેટરને ઘણી મેજર સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. કેટલાક દાવાઓ મુજબ, બીજી સર્જરી પણ થઈ શકતી હતી, પરંતુ રિપોર્ટ્સ મુજબ ડૉક્ટર અને વિકેટકીપરના સ્વાસ્થ્ય સુરક્ષાની ટીમ પંત દ્વારા છેલ્લા 4 મહિનામાં કરવામાં આવેલી રિકવરીથી સંતુષ્ટ છે, ત્યારબાદ બીજી સર્જરીને ગયા અઠવાડિયે સ્થગિત કરી દેવામાં આવી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.