પાકિસ્તાની ખેલાડીએ કહ્યું- મહેન્દ્ર સિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવો જોઇએ

એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. સીનિયર સિલેક્શન સમિતિના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આ સ્ટીંગમાં ઘણા દાવા કર્યા છે. તેમણે એમ કહી સુધી કહી દીધું હતું કે, ભારતીય ખેલાડી ફિટનેસ માટે ઇન્જેક્શન લે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અત્યાર સુધી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે તેમની ખુરશી જતી રહેશે. આ દરમિયાન એક દિગ્ગજ ખેલાડીએ સૂચન આપ્યું કે, દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમનો ચીફ સિલેક્ટર બનાવી દેવો જોઈએ.

રિપોર્ટ્સ મુજબ, ચીફ સિલેક્ટર ચેતન શર્માએ એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ઘણા ખુલાસા કર્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમને ચીફ સિલેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ 2 મહિના બાદ તેઓ ફરીથી એ ખુરશી પર બેસી ગયા. આ સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માએ પોતાને મુશ્કેલીમાં નાખી દીધા છે. ભારતીય ક્રિકેટમાં આ પ્રકારના વિવાદો વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનથી એક સૂચન આવ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયાએ BCCIને સૂચન આપતા કહ્યું કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવા જોએ. દાનિશ કનેરીયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સાથે એક વખત BCCI અધિકારીઓએ વાત કરવી જોઈએ. તેમણે જાણકારી મેળવવી જોઈએ કે ધોનીનો શું પ્લાન છે અને તેઓ શું ચીફ સિલેક્ટર બની શકે છે. હવે સમય આવી ગયો છે કે BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને જય શાહ સખત કાર્યવાહી કરે અને એક નવી સિલેક્શન સમિતિ બનાવે.

પોતાના કરિયરમાં 61 ટેસ્ટ અને 18 વન-ડે ઇન્ટરનેશનલ રમનાર દાનિશ કનેરીયાએ કહ્યું કે, BCCIએ સિલેક્શન સમિતિમાં હવે નવા લોકોને સામેલ કરવાની જરૂરિયાત છે. મહેન્દ્ર સિંહ ધોનીનું મન શાનદાર છે અને તે એક શાનદાર ખેલાડી છે. જ્યારે એમ છે તો તેના જેવો ખેલાડી સિલેક્શન સમિતિમાં કેમ નથી. ઉલ્લેખનીય છે કે ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે. તે માત્ર IPLમાં હિસ્સો લે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી કરે છે. મહેન્દ્ર સિંહ ધીનીના નેતૃત્વમાં ભારતે T20 અને વન-ડે બંને ફોર્મેટનો ICC વર્લ્ડ કપ જીત્યો છે. એ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.