- Sports
- શું ગંભીરને કારણે ગઈ અભિષેક નાયરની નોકરી? BCCIના એક્શનની ઇનસાઇડ સ્ટોરી
શું ગંભીરને કારણે ગઈ અભિષેક નાયરની નોકરી? BCCIના એક્શનની ઇનસાઇડ સ્ટોરી
Gautam gambhir did not oppose bcci decision to remove abhishek nayar

BCCIએ અભિષેક નાયરને ભારતીય ટીમના સહાયક કોચ પદ પરથી હટાવી દીધા છે. આ પદ પર નાયરની નિમણૂકમાં હેડ કોચ ગૌતમ ગંભીરની મોટી ભૂમિકા હતી, પરંતુ એવા સમાચાર મળી રહ્યા છે કે ગંભીરે નાયરને હટાવવાનો વિરોધ કર્યો નથી, કેમ કે તેઓ આસિસ્ટન્ટ કોચ નાયરના પ્રદર્શનથી ખુશ નહોતા.
અભિષેક નાયર અને ગૌતમ ગંભીરની જોડીએ KKRમાં સાથે કામ કર્યું હતું અને તેમણે KKRના 10 વર્ષના ટ્રોફીના સુકાને સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ જોડી ભારતીય ડ્રેસિંગ રૂમમાં ક્લિક ન કરી શકી. BCCIના નજીકના જાણકરે જણાવ્યું હતું કે અભિષેક નાયર ટીમના સીનિયર સભ્યો સાથે સારી બોન્ડિંગ ન બનાવી શક્યા. બોર્ડના અધિકારીઓએ સીનિયર ક્રિકેટરોનું ફીડબેક લીધું હતું. કેટલાક લોકો ડ્રેસિંગ રૂમમાં નાયરની ભૂમિકાથી ખુશ નહોતા. થોડા દિવસ અગાઉ જ તેમને તેમનો કોન્ટ્રાક્ટ ખતમ થવા બાબતે બતાવી દેવામાં આવ્યુ હતું.

ગંભીરની ભલામણ પર અભિષેક નાયરને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. BCCIમાં એક અલિખિત નિયમ છે કે, હેડ કોચ પોતાનો સહયોગી સ્ટાફ પસંદ કરી શકે છે. નાયર સિવાય, ગંભીરે ફિલ્ડિંગ કોચ માટે રાયન ટેન ડેશકાટે અને બોલિંગ કોચ માટે મોર્ને મોર્કેલના નામની ભલામણ કરી હતી. સીનિયર ક્રિકેટર અને બોર્ડના સભ્યો ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના પ્રદર્શનથી ખુશ હતા અને તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નહોતો. એટલે તેમને એક્સટેન્શન આપી દેવામાં આવ્યું. અહીંથી સમસ્યાઓ શરૂ થઈ. ગંભીરની ભલામણ સ્વીકારવામાં આવી અને દિલીપને ફિલ્ડિંગ કોચ બનાવી રાખ્યા.
આ માટે, બોર્ડ પાસે એક જ રસ્તો હતો વધુ એક પોસ્ટ તૈયાર કરવામાં આવે. ત્યારબાદ, ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં પહેલી વખત એક હેડ કોચને 2 નોમિનેટેડ આસિસ્ટન્ટ કોચ મળ્યા. નાયર અને ડેન ડેશકાટે. ગંભીરની મૂળ ભલામણ મુજબ, નાયરને બેટિંગ કોચ બનાવવાના હતા. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 3-0 હાર બાદ, BCCIએ સપોર્ટ સ્ટાફના પ્રદર્શન પર સૂક્ષ્મતાથી નજર રાખવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ ટીમને 3-1થી હાર મળી. ત્યારબાદ, ગંભીર અને રોહિત શર્મા સાથે થયેલી સમીક્ષા બેઠક બાદ BCCIએ બેટિંગ કોચ તરીકે સિતાંશુ કોટકની નિમણૂ કરી. કોટક ઈંગ્લેન્ડ વિરુદ્ધ વ્હાઇટ બૉલ સીરિઝમાં ટીમ સાથે જોડાયા. અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ સાથે પ્રવાસ કર્યો.

જ્યારે બોર્ડે તેમના સપોર્ટ સ્ટાફમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો ત્યારે ગંભીરે કોઈ આપત્તિ ન દર્શાવી. મીડિયા રિપોર્ટ, ગંભીરે નાયરને હટાવવાનો વિરોધ ન કર્યો કેમ કે તેમણે ડેશકાટે અને મોર્કેલને લાવવા માટે તેને ખૂબ મહેનત કરવી પડી હતી. અને તેઓ તેમને આટલી જલદી જવા દેવા માગતા નહોતા. હવે માનવામાં આવી રહ્યું છે કે કોટક બેટિંગ કોચના પદ પર બન્યા રહેશે. જ્યારે આસિસ્ટન્ટ કોચનું પદ સમાપ્ત થઈ જાય તેવી શક્યતા છે. ડેશકાટે હવે ફિલ્ડિંગ કોચની ભૂમિકામાં આવી જશે કેમ કે ટી. દિલીપનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે.
અભિષેક નાયરે દિનેશ કાર્તિક, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને વરુણ ચક્રવર્તી જેવા ઘણા ટોપ લેવાલના ક્રિકેટરો સાથે કામ કર્યું છે. અને તેમણે પોતાની રમત સુધારવામાં મદદ મળી છે. તેમણે કાર્તિક અને ચક્રવર્તીના કરિયરને રિવાઈવ કરવામાં તો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હકીકતમાં, કાર્તિકે જ નાયરને KKRના કેપ્ટન રહેતા સહાયક કોચ તરીકે પસંદ કર્યા હતા.
Related Posts
Top News
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Opinion
