આકાશ ચોપરાએ ચેન્નાઇના આ ખેલાડીને ગણાવ્યો સૂર્યકુમાર યાદવનો પ્રતિદ્વંદ્વી

આ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ જેવા ખેલાડીઓની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે અને જાણકાર તેમને IPL બાદ સીધા ભારતીય ટીમમાં મોકલવાની વાત કરી રહ્યા છે, પરંતુ આ યુવા ખેલાડીઓ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ડાબા હાથના બેટ્સમેન શિવમ દુબેએ પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. હાલમાં જ પૂર્વ ભારતીય ખેલાડી અને CSKમાં કમેન્ટેટરના રૂપમાં કાર્યકર્તા આકાશ ચોપરાએ પણ શિવમ દુબેના વખાણ કર્યા છે અને તેને ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવનો પ્રતિદ્વંદ્વી બતાવ્યો છે.

આકાશ ચોપડાએ શિવમ દુબેના આ સીઝનમાં સિક્સ મારવાની ક્ષમતાના પણ ખૂબ વખાણ કર્યા છે. જિઓ સિનેમાના CSK વિશેષજ્ઞ આકાશ ચોપડા સાથે એક ઇન્ટરેક્શન દરમિયાન એક અખબારના શિવમ દુબે પરના એક સવાલ પર પૂર્વ ભારતીય ઑપનર આકાશ ચોપડાએ આ ખેલાડીનું સમર્થન કરતા કહ્યું કે, તે માત્ર પોતાની બેટિંગના આધાર પર ભારતીય ટીમમાં વાપસી કરે. આકાશ ચોપડાએ આગળ આ ખેલાડીની ભારતીય ટીમની વાપસીને લઈને તરફદારી કરી.

તેમણે કહ્યું કે, આ ખૂબ સારું નામ છે, સત્ય કહું તો મને તેની બેટિંગ કરવાની રીત પસંદ આવી. જો ભારત આ પ્રકારની T20 ક્રિકેટ રમવાની વિચારી રહ્યું છે તો શિવમ દુબેને સામેલ કરવો જોઈએ કેમ કે તે સિક્સ મારી રહ્યો છે. કદાચ તે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં સૌથી શાનદાર સિક્સ મારી રહ્યો છે. તો તેને પણ આ લિસ્ટમાં જોડી દો. આકાશ ચોપરાએ શિવમ દુબેની સિક્સ મારવાની ક્ષમતાની વાત કરતા કહ્યું કે, પૂર્ણ રૂપે તેણે આ સીઝનમાં કુલ 30 સિક્સ માર્યા છે, જે ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસીસ બરાબર છે.

દુબેએ આ સિક્સને દરેક 7.7 બૉલમાં માર્યા છે, જે આ સીઝનમાં બધા ભારતીય બેટ્સમેનો વચ્ચે સૌથી વધુ છે. આ સીઝનમાં સૌથી વધુ સિક્સ લગાવવાની બાબતે સંયુક્ત રૂપે બીજા નંબર પર છે શિવમ દુબે. જેણે આ સીઝનમાં 30 સિક્સ લગાવ્યા છે.

સૌથી વધુ સિક્સ લગાવનારા ટોપ બેટ્સમેન

ફાફ ડુ પ્લેસીસ: (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 34 સિક્સ

ગ્લેન મેક્સવેલ: (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 30 સિક્સ

શિવમ દુબે: (ચેન્નાઈ સુપર કિંગ્સ)- 30 સિક્સ

યશસ્વી જયસ્વાલ: (રાજસ્થાન રોયલ્સ)- 26 સિક્સ

માર્કસ સ્ટોઈનિસ: (લખનૌ સુપર જાયન્ટ્સ)- 26 સિક્સ.

સૌથી વધુ સિક્સ લગાવનારી ટોપ 5 ટીમો:

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)- 118 સિક્સ

મુંબઈ ઇન્ડિયન્સ (MI)- 115 સિક્સ

પંજાબ કિંગ્સ (PBKS)- 108 સિક્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)- 105 સિક્સ

રાજસ્થાન રોયલ્સ (RR)- 103 સિક્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): - 93 સિક્સ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.