જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું-એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં હશે કે નહીં

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ જય શાહે વર્શ 2023 અને વર્ષ 2024માં થનારા ટૂર્નામેન્ટની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ફેન્સની સૌથી પહેલી નજર આ વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023 પર પડી. જય શાહની ટ્વીટ મુજબ, સપ્ટેમ્બરમાં એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હશે. તો અન્ય ગ્રુપમાં ગત ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.

જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં  જ થશે કે નહીં. આ ટૂર્નામેન્ટની મેજબાની સત્તાવાર રૂપે પાકિસ્તાન પાસે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ હોવાના કારણે જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહે ટ્વીટ કરતા લખ્યું કે, ‘વર્ષ 2023 અને વર્ષ 2024 માટે ACCનો પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર રજૂ કરી રહ્યો છું. તે આ રમતને નવી ઊંચાઇઓ પર લઇ જવાન અમારા અદ્વિતીય પ્રયાસો અને ઝનૂનને દર્શાવે છે.

શાનદાર પ્રદર્શન માટે તૈયાર દેશોના ક્રિકેટરો સાથે, આ ક્રિકેટ માટે એક સારો સમય હોવાનો વાયદો કરે છે. એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલ મળીને કુલ 13 મેચ રમાશે. જો કે, અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવ્યું નથી. T20 વર્લ્ડ કપ 2022 પહેલા જય શાહે એન્યૂઅલ જનરલ મીટિંગ (AGM)માં સ્પષ્ટ કરી દીધું હતું કે, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર શિફ્ટ કરવામાં આવશે. BCCI સચિવ જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની વાપસી થવા જઇ રહી છે અને ટૂર્નામેન્ટ પહેલા આ નિવેદન મેજબાનો માટે ખૂબ મોટો ઝટકો છે. જય શાહના નિવેદન બાદ પાકિસ્તાનથી એવું પણ નિવેદન વ્યય હતા કે, જો ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જાય. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2008 બાદ પાકિસ્તાન ગઇ નથી. વર્ષ 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લી વખત પાકિસ્તાન ગઇ હતી. બંને દેશો વચ્ચે ખરાબ રાજનૈતિક સંબંધોના કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમાઇ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ રમાય છે.

Top News

ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

ગુજરાત સરકારે શનિવારે સવારે  ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી અને તેમાં રત્નકલાકારો માટે અને નાના કારખાનેદારોને સહાય...
Gujarat 
ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

આ દિવસોમાં, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી...
World 
હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

કર્ણાટક સરકારની માલિકીની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) એ અભિનેત્રી તમન્ના ભાટિયાને લોકપ્રિય બ્રાન્ડ 'મૈસુર સેન્ડલ સોપ' ના...
National 
એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ

દુનિયામાં અસંખ્ય લોકો ધનવાન છે, પરંતુ જે રાજવીપણું અને જે વૈભવ જીવનશૈલી થાઇલેન્ડના રાજામાં જોવા મળે એવી ભાગ્યે જ...
World 
દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.