- Sports
- શમીની પત્નીને 4 લાખ ઓછા પડે છે, કોર્ટમાં જઈને ભરણપોષણ માટે મહિને 10 લાખ માંગ્યા, કોર્ટે સંભળાવી દીધુ...
શમીની પત્નીને 4 લાખ ઓછા પડે છે, કોર્ટમાં જઈને ભરણપોષણ માટે મહિને 10 લાખ માંગ્યા, કોર્ટે સંભળાવી દીધું
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે. જહાંએ કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોલકાતા હાઈકોર્ટે હસીન જહાંને 1.5 લાખ અને તેની પુત્રી માટે 2.5 લાખ રૂપિયા ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો.
જહાંએ કોલકાતા હાઈકોર્ટના આદેશ મુજબ મળતા ભરણપોષણ ભથ્થામાં વધારો કરવાની માગ કરી છે. હસીન જહાંની અરજી પર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને ક્રિકેટર મોહમ્મદ શમીને નોટિસ ફટકારી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે પ્રતિવાદી પતિને નિર્દેશ આપવામાં આવે કે તે અરજદાર પત્નીને દર મહિને 7 લાખ અને સગીર પુત્રીને દર મહિને 3 લાખ વચગાળાના ભરણપોષણ રકમ આપે.

મોહમ્મદ શમીએ 2014માં મોડેલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. તે 2018માં તેનાથી અલગ થઈ ગઈ હતી, ક્રિકેટર પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેમને એક પુત્રી છે. જુલાઈની શરૂઆતમાં, હસીન જહાંએ શમી પર તેને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તેની સામે ગુનેગારોને હાયર કરી રહ્યો છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હસીન જહાંએ શમીને ચારિત્ર્યહીન, લાલચુ અને મતલબી કહ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના ચૂકાદાના થોડા દિવસો બાદ જ તેની ટિપ્પણી આવી હતી.
હસીન જહાંએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા છેલ્લા શ્વાસ સુધી અમારો સંબંધ મજબૂત રહેશે, ઇન્શાઅલ્લાહ. હવે બસ તારે નક્કી કરવાનું તમારા પર છે કે તે કેવા પ્રકારનો મજબૂત સંબંધ હશે. અમે 7 વર્ષથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છીએ. તેનાથી તમને શું મળ્યું? ચારિત્ર્યહીન, લાલચુ અને મતલબી હોવાને કારણે તમે પોતાના પરિવારને બરબાદ કરી દીધો.’

જહાંએ લખ્યું કે, ‘તમે પુરુષપ્રધાન સમાજનો ફાયદો ઉઠાવ્યો, જ્યારે અસામાજિક તત્વોએ મને ખોટી કહી. હવે હું કાયદાનો સહારો લઈશ, મારા બધા અધિકારોનો દાવો કરીશ અને ખુશીથી રહીશ. હવે તમે વિચારો, કયો સહારો વધુ મજબૂત છે, સામાજિક કે કાયદાકીય? જે દિવસે તમારો ખરાબ સમય શરૂ થશે, આ જ લોકો તમારા જીવનને નર્ક બનાવી દેશે, ઇન્શાઅલ્લાહ.’

