- Sports
- ભારતીય ટીમ જીતી શકે છે સીરિઝ, જો તે હુકમના એક્કાને..’, ઈંગ્લેન્ડના પૂર્વ ઓપનરનો દાવો
ભારતીય ટીમ જીતી શકે છે સીરિઝ, જો તે હુકમના એક્કાને..’, ઈંગ્લેન્ડના પૂર્વ ઓપનરનો દાવો

ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેન્ટેટર નિક નાઈટનું માનવું છે કે ભારત આ વખતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી શકે છે, પરંતુ તેના માટે તેણે બોલિંગ પર વધુ ધ્યાન આપવું પડશે. તેમણે કહ્યું કે, કુલદીપ યાદવ આ સીરિઝમાં ભારત માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. જો શ્રેયસ ઐયર ટીમમાં હોત તો ભારતીય બેટિંગને વધુ મજબૂતી મળતી. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે સાઈ સુદર્શન, યશસ્વી જૈસ્વાલ અને કરુણ નાયર જેવા યુવા ખેલાડીઓ આ તકનો સારી રીતે લાભ ઉઠાવી શકે છે.

નિક નાઈટે શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવવાના ભારતના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે તેના ફોર્મ પર નજર રાખવી જરૂરી છે. તો, તેમણે કહ્યું કે, કેએલ રાહુલે ઓપનિંગ કરવી જોઈએ કેમ કે ઇંગ્લેન્ડમાં તેનો અનુભવ ટીમ માટે ફાયદાકારક રહેશે. જ્યારે સાઈ સુદર્શનને નંબર 3 પર અને શુભમન ગિલને નંબર 4 પર બેટિંગ કરવાની સલાહ આપી. નાઈટે કહ્યું કે, યશસ્વી જાયસ્વાલનું ફોર્મ થોડું નબળું છે, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવી જોઈએ. કરુણ નાયરે ઇન્ડિયા A માટે બેવડી સદી ફટકારીને સિલેક્ટરોને પ્રભાવિત કર્યા છે. તેમણે કહ્યું કે ભારત પાસે બેટિંગની તુલનમાં બોલિંગ વધુ મજબૂત છે.
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બથેલ, હેરી બ્રૂક, બ્રાઇડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

ઇંગ્લેન્ડના પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનું આખું શેડ્યુલ
પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025 – હેડિંગ્લે, લીડ્સ
બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંઘમ
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન.
Related Posts
Top News
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
Opinion
