- Sports
- શું પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે? બાબર સામે આ છે સમીકરણ
શું પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે? બાબર સામે આ છે સમીકરણ

વર્લ્ડ કપમાં 31 ઓક્ટોબરે રમાયેલી મેચમાં પાકિસ્તાનને બાંગ્લાદેશ સામે ત્રીજી જીત મળી. એવામાં મોટો સવાલ એ છે કે શું પાકિસ્તાની ટીમ આ વર્લ્ડ કપના અંતિમ-4માં પ્રવેશ કરી શકે છે. જ્યારે બાંગ્લાદેશ સેમીફાઈનલની હોડમાંથી બહાર થઇ ગયું છે. ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમ ફરી જીતના લયમાં જોવા મળી. આ જીતની સાથે જ પોઇન્ટ ટેબલમાં પાક ટીમ પાંચમા સ્થાને આવી ગઇ છે.
પાકિસ્તાનની વર્લ્ડ કપની શરૂઆત સારી રહી હતી. તેણે સતત બે મેચ જીતી હતી. પણ ભારત સામે હારીને પાક ટીમ જીતના ટ્રેકથી ઉતરી ગઇ. ત્યાર પછી સતત 4 મેચમાં હારનો સામનો પાકિસ્તાની ટીમે કરવો પડ્યો.
રસપ્રદ વાત એ છે કે, ખરાબ પ્રદર્શન કરી રહેલી પાકિસ્તાનની ટીમ પાસે હજુ પણ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ કરવાની તક છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પાકિસ્તાને પોતાની નેટ રનરેટમાં સુધારો કરીને પોતાનું સ્થાન જરા મજબૂત કર્યું છે. -0.024 રનરેટની સાથે પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાન પાંચમા સ્થાને છે.
ખેર, પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં ભારતની પાછળ આવી શકે છે. જો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકામાંથી કોઇ એકાદ મેચ હારી જાય છે અને આગળ વધવામાં વિફળ રહે છે, તો જ પાકિસ્તાન પોતાના માટે મજબૂત દાવો કરી શકે છે. એવામાં આ ટીમ 10 પોઇન્ટ હાંસલ કરવામાં પાછળ રહેશે. જેનાથી પાકિસ્તાનને સારી રન રેટની સાથે સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાના નજીકના પ્રતિદ્વંધિને પછાડી શકે છે. પાકિસ્તાનની બાકીને બે મેચો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છે.
.@FakharZamanLive is the player of the match for his batting blitz ?#PAKvBAN | #CWC23 | #DattKePakistani pic.twitter.com/uic1IRed0L
— Pakistan Cricket (@TheRealPCB) October 31, 2023
સેમીફાઈનલની રેસમાં બની રહેવા માટે પાકિસ્તાને 4 નવેમ્બરના રોજ બેંગલોરમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અને 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે જીત હાંસલ કરવી જ પડશે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં બની રહેવા માટે પાકિસ્તાને અન્ય ટીમોના રિઝલ્ટ પર પણ આધાર રાખવાનો રહેશે. ચોથા સ્થાને મોજૂદ ઓસ્ટ્રેલિયાના 8 પોઈન્ટ છે અને તેની હજુ 3 મેચો બાકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને 8 પોઇન્ટની સાથે છે. તેણે પાકિસ્તાન સામે એક મેચ રમવાની છે. સાઉથ આફ્રિકા 6 મેચોમાં 10 પોઇન્ટની સાથે બીજા સ્થાને છે. તેણે પણ ભારત સામે એક મેચ રમવાની છે.