શું વિરાટ-રોહિત રિટાયરમેન્ટ લઈ લેવાના છે? રાજીવ શુકલાએ આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક એક એવો નિર્ણય લીધો જેની કોઈ ક્રિકેટ ફેને અપેક્ષા રાખી નહોતી. વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવા સાથે જ, રોહિત અને વિરાટે T20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ, રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. તો 5 દિવસ બાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

Virat-rohit
livemint.com

વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બંને ખેલાડીઓની વન-ડેમાંથી સંન્યાસની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બધું સ્પષ્ટ કહી દીધું છે. આ સાથે જ તેમણે વિરાટ અને રોહિતને ક્રિકેટમાંથી ફેરવેલ મળવાને લઈને પણ વાત કરી છે.

UP T20 લીગની યુટ્યુબ ચેનલ પર રાજીવ શુક્લા સાથેની પોડકાસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું હતું કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલીને સચિન તેંદુલકર જેવી વિદાય મળશે? આ સવાલના જવાબમાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, તેઓ ક્યારે રિટાયર થયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને અત્યારે પણ વન-ડે રમી રહ્યા છે. રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું કે, ‘BCCIની એક પોલિસી ખૂબ જ સ્પષ્ટ છે, અમે કોઈપણ ખેલાડીને કહેતા નથી કે રિટાયર થઈ જાવ, ખેલાડીએ પોતાનો નિર્ણય જાતે લેવાનો હોય છે અને તે જે પણ નિર્ણય લે છે, અમે તેનું સન્માન કરીએ છીએ.’

rajiv-shukla1
financialexpress.com

રાજીવ શુક્લાને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ રોહિત અને વિરાટ સંન્યાસ લે, ત્યારે BCCI તેમને સારી ફેરવેલ આપે. તેના પર રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘પુલ આવશે, પછી જ કહીશું ને કે કેવી રીતે ક્રોસ કરવાનું છે. વિરાટ ખૂબ જ ફિટ છે, રોહિત ખૂબ સારું રમે છે, તમે લોકો અત્યારથી ફેરવેલ માટે કેમ પરેશાન થઈ રહ્યા છો.’ રાજીવ શુક્લાએ પોતાની વાતથી સ્પષ્ટ કરી દીધું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા નથી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.