IPL 2023 વચ્ચે મુશ્કેલીમાં ફસાયો મોહમ્મદ શમી, પત્નીએ લગાવ્યો ગંભીર આરોપ

ભારતીય ટીમનો ઘાતક ફોસ્ટ બોલર મોહમ્મદ શમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ગુજરાત ટાઈટન્સ (GT)નો હિસ્સો છે. આ સીઝનમાં મોહમ્મદ શમી પોતાની બોલિંગના કારણે ચર્ચામાં છે, પરંતુ આ બધા વચ્ચે મોહમ્મદ શમી પર કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મોહમ્મદ શમી પર હોટલમાં મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધ બનાવવાનો આરોપ છે. મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં ઘણા સમયથી વિવાદોના કારણે અલગ રહે છે.

હસીન જહાંએ હવે સુપ્રીમ કોર્ટ (SC)નો દરવાજો ખખડાવ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન નાખીને આરોપ લગાવ્યો છે કે, મોહમ્મદ શમી વિરુદ્ધ નોંધાયેલો ગુનાહિત કેસ છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ પડ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે, મોહમ્મદ શમી એકસ્ટ્રા મેરિટલ અફેર્સ અત્યારે પણ ચાલી રહ્યા છે. પોતાની અરજીમાં હસીન જહાંએ કહ્યું કે, મોહમ્મદ શમી તેની પાસે કરિયાવરની માગ કરતો હતો.

શમી ભારતીય ટીમ સાથે ટૂર કરતા અને ભારતીય ટીમ સાથે રહેતા એકસ્ટ્રા મેરિટલ અફેર રાખે છે. તેણે આવો પણ આરોપ લગાવ્યો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ટૂર પર મોહમ્મદ શમી બીજા નંબરનો ઉપયોગ કરતા ઐયાશી કરતો હતો. મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન 7 એપ્રિલ 2014ના રોજ થયા હતા. તેના થોડા વર્ષો બાદ મોહમ્મદ શમીની પત્નીએ તેના પર બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ હસીન જહાં, મોહમ્મદ શમી પર બળાત્કાર જેવા ગંભીર આરોપ પણ લગાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા જેવા આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ કર્યો હતો. શમી વિરુદ્ધ IPCની કલમ 498(A) (કરિયાવર માટે અત્યાચાર) અને કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ હાસિદ અહમદ પર કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો.

હસીન જહાં પ્રોફેશનલ મોડલ રહી છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે ચીયર લીડર પણ રહી છે. હસીન જહાં પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન રાખે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો હસીન જહાંને ફોલો કરે છે. તે વર્ષ 2014માં મોડલિંગ છોડી ચૂકી હતી. મોહમ્મદ શમીના જણાવ્યા મુજબ, તેને ખૂબ મોડેથી ખબર પડી કે, હસીન જહાંના આ બીજા લગ્ન છે. તેના પહેલા પતિનું નામ સૈફુદ્દીન છે. મોહમ્મદ શમી 17 જુલાઇ 2015ના રોજ દીકરીનો મળ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.