- Sports
- શ્રેયસ અય્યર નવો T20I કેપ્ટન, સૂર્યાની છૂટ્ટી; વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, જુઓ આખી ટીમ
શ્રેયસ અય્યર નવો T20I કેપ્ટન, સૂર્યાની છૂટ્ટી; વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, જુઓ આખી ટીમ
ભારતીય ક્રિકેટમાં એક ખૂબ જ મોટો વળાંક આવ્યો છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ એશિયન ગેમ્સ અને શ્રીલંકા પ્રવાસ માટે ‘ઇન્ડિયા એ’ ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
સૌથી મોટા સમાચાર એ છે કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને શ્રેયસ ઐય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત, યુવા બેટિંગ સન્સેશન વૈભવ સૂર્યવંશીને ટીમમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ T20I પ્રવાસ માટેની ભારતીય ટીમ
શ્રેયસ ઐય્યર, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દૂબે, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
એશિયન ગેમ્સની ટીમમાં જસપ્રિત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી
એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી સ્ક્વોડમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને સ્થાન આપીને પસંદગીકારોએ બધાને ચોંકાવી દીધા છે.
- એશિયન ગેમ્સની ટીમ: શ્રેયસ ઐય્યર, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દૂબે, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રિત બુમરાહ.
શ્રીલંકા પ્રવાસ (બે રેડ-બોલ મેચ) માટે ‘ઇન્ડિયા એ’ સ્ક્વોડ
ધ્રુવ જુરેલની આગેવાનીમાં યુવા ખેલાડીઓને શ્રીલંકા સામે લાલ બોલની ક્રિકેટ રમવાની તક મળશે.
- ઇન્ડિયા એ ટીમ: ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ દોની/બદોની, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, સારાંશ જૈન, હરપ્રીત બ્રાર, મોહમ્મદ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, કે.એસ. જગદીશન, મોખાદે, શેખ રશીદ અને અનસારી.
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પત્રકાર પરિષદની મુખ્ય વાતો:
1. સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવવા પાછળનું કારણ:
સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ પરથી હટાવવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અગરકરે જણાવ્યું કે, આ એક મુશ્કેલ નિર્ણય હતો. આ નિર્ણય પાછળ અંશતઃ તેનું પોતાનું ફોર્મ જવાબદાર છે અને સાથે જ અમે આગામી બે વર્ષના રોડમેપ (T20 વર્લ્ડ કપ) તરફ જોઈ રહ્યા છીએ. અમને લાગ્યું કે આગળ વધવા માટે આ જ શ્રેષ્ઠ રસ્તો છે. શ્રેયસ ઐય્યર આ પદ માટે સંપૂર્ણ લાયક છે.
2. શ્રેયસ ઐય્યરની પ્રશંસા:
અમે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેયસને અલગ-અલગ ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરતા જોયો છે. તેણે KKRને ટાઈટલ જીતાડ્યું છે અને તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. તે વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બનવાની ખૂબ નજીક હતો અને મારા મતે તે કેપ્ટન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર હતો. તેણે બેટથી પણ કમાલ કરી છે અને KKR સિવાય પંજાબ કિંગ્સ (PBKS) સાથે પણ તેની કેપ્ટનશિપની સીઝન શાનદાર રહી હતી. તે પહેલાં T20 ટીમમાં નહોતો તે અસામાન્ય હતું, પણ હવે તેણે મહેનતથી ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે.
3. હાર્દિક પંડ્યા વિશે મોટું અપડેટ:
હાર્દિક પંડ્યાના વર્કલોડ મેનેજમેન્ટ અંગે અગરકરે કહ્યું, હાર્દિક અત્યારે વનડે (ODI) ટીમનો મહત્વનો ભાગ છે. આગામી 18 મહિનામાં T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે, તેથી T20 ફોર્મેટમાં તેને આરામ આપવામાં આવશે અને રોટેશન પોલિસી અપનાવવામાં આવશે. તે ટીમમાં ઘણું સંતુલન લાવે છે. જો તે સારી બોલિંગ કરી રહ્યો હશે, તો અમે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરીને આગળ વધીશું. અમારો ટાર્ગેટ તેને ટેસ્ટ અને વનડે માટે સંપૂર્ણ ફિટ રાખવાનો છે, જેથી જો આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં પહોંચીએ, તો તે ઉપલબ્ધ રહી શકે.

