- Sports
- શ્રીલંકા-પાકિસ્તાનની મેચ વરસાદને લીધે ધોવાઈ,તો ફાઇનલમાં કોણ? જાણો સંપૂર્ણ સમીકરણ
શ્રીલંકા-પાકિસ્તાનની મેચ વરસાદને લીધે ધોવાઈ,તો ફાઇનલમાં કોણ? જાણો સંપૂર્ણ સમીકરણ

કોલંબોમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેનો મુકાબલો ટાઈટલ માટે ભારતીય ટીમ સાથે થશે. આ ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.
જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની આ મેચ વરસાદના કારણે રદ થાય છે, તો તે સ્થિતિમાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જો મેચ રદ્દ થશે તો બંને ટીમનો નેટ રન રેટ જોવા મળશે. આ સ્થિતિમાં શ્રીલંકા જીતીને સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કરશે. કારણ કે શ્રીલંકાની ટીમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો આજની પાકિસ્તાન vs શ્રીલંકા સુપર 4 મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ભારત સામે કઈ ટીમ રમશે? પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની આ મેચની વિજેતા જ ફાઈનલ રમશે. આ મેચ માટે કોઈ અનામત દિવસ ન હોવાથી આ મેચમાં હવામાનની દખલગીરીને કારણે શું થઈ શકે છે. એ સમજી લઈએ...
એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારત વિરુદ્ધ પાકિસ્તાન સુપર 4 મેચ માટે અનામત દિવસ રાખ્યો હતો, પરંતુ શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન મેચ માટે આવી કોઈ વ્યવસ્થા નથી. ગુરુવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે વિજેતા માટે ઓછામાં ઓછી 20 ઓવરની મેચ હોવી જરૂરી છે.
એશિયા કપ 2023માં વરસાદે પહેલેથી જ ઘણી મેચોને અસર કરી છે અને તે જ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા સુપર 4 મેચમાં થઈ શકે છે, કારણ કે ગુરુવારે કોલંબોમાં વરસાદની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ ધોવાણના કિસ્સામાં, પાકિસ્તાન કરતા સારા નેટ રન રેટને કારણે માત્ર શ્રીલંકાની ટીમ જ ફાઇનલમાં પહોંચશે.
હાલમાં, પાકિસ્તાન જેટલા પોઈન્ટ્સ (2) હોવા છતાં, શ્રીલંકા સુપર 4 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને એક-એક મેચ ગુમાવી છે. પરંતુ પાકિસ્તાનનો નેટ રન રેટ ખરાબ છે. શ્રીલંકાનો નેટ રન રેટ -0.200 છે જ્યારે પાકિસ્તાનનો -1.892 છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે જીત એકમાત્ર વિકલ્પ છે. જો બાબર એન્ડ કંપની જો ફાઇનલમાં પહોંચવા માંગે છે તો તેણે શ્રીલંકાને હરાવવું જ પડશે.
એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય ફાઈનલ રમાઈ નથી, તેથી 17 સપ્ટેમ્બરે ફાઇનલમાં બંને ટીમો સામસામે આવી શકે તેવી સંભાવના છે.