NZ સામેની બીજી T20મા 1 બોલ બાકી રહેતા જીત મળવા પર હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચમાં જીત હાંસલ કરીને ભારતીય ટીમે સીરિઝ 1-1થી બરાબર કરવામાં સફળતા મેળવી છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તે મેચના સમયે ડરેલો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે હાર્દિક પંડ્યાએ એમ શા માટે કહ્યું.

ભારતીય ટીમે બીજી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરી હતી. લો સ્કોરિંગ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે છેક છેલ્લી ઓવરમાં જીત મેળવી. આ જીત બાદ હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિક્રિયા વ્યક્તિ કરી. તેણે કહ્યું કે, ‘મને હંમેશાંથી જ વિશ્વાસ હતો કે અમે આ મેચ જીતીશું. જો કે, આ મેચ ખૂબ ડીપમાં જતી રહી. આ પ્રકારની મેચમાં હંમેશાં એ મહત્ત્વપૂર્ણ હોય છે કે વધારે પેનિક ન કરો. અમે રિસ્ક ન લીધું અને સિંગલ લેતા રહ્યા. આ પ્રકારની વિકેટ T20 માટે સારી નથી.’

તેણે આગળ કહ્યું કે, ‘એવું નથી કે અમને સંઘર્ષ કરવામાં કોઇ સમસ્યા છે. જો અહીં 120-130 રન બની જતા તો કદાચ એ વિનિંગ સ્કોર હોત. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડનો કોઇ પણ બેટ્સમેન 20 કે તેનાથી ઉપરનો આંકડો સ્પર્શી ન શક્યો. બ્લેક કેપ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન મિચેલ સેન્ટનર (19 રન)એ બનાવ્યા. હતા.

ભારત માટે બોલિંગ કરતા અર્શદીપ સિંહને સૌથી વધુ 2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી ન રહી અને તેણે 70 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ સંભાળી અને એક બૉલ બાકી રહેતા ભારતીય ટીમને જીત અપાવી હતી. હવે સીરિઝ 1-1થી બરાબર થતા ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે અને એ મેચ જે જીતશે તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે.

About The Author

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.