17 વર્ષીય અયાન ખાને મચાવ્યો હાહાકાર, UAEએ NZને 7 વિકેટે હરાવીને રચ્યો ઇતિહાસ

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)એ ન્યૂઝીલેન્ડ (NZ)ને 3 મેચોની T20 સીરિઝની બીજી મેચમાં 7 વિકેટથી હરાવીને હાહાકાર મચાવી દીધો. શનિવાર (19 ઑગસ્ટ)ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં UAEએ 143 રનોના ટારગેટને 26 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધો. UAEએ ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી છે. આ અગાઉ બંને ટીમો વચ્ચે એક એક T20 અને વન-ડે મેચ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે જીત હાંસલ કરી હતી.

UAEના કેપ્ટન મુહમ્મદ વસીમે માત્ર 29 બૉલમાં 55 રનોની ઇનિંગ રમી, જેમાં 3 સિક્સ અને 4 સિક્સ સામેલ હતા. તો આસિફ ખાને 4 ફોર અન એક સિક્સની મદદથી નોટઆઉટ 48 રન બનાવ્યા. વૃત્તિ અરવિંદ (25 રન) અને બાસીલ હમીદ (નોટઆઉટ 12 રન)એ પણ UAE તરફથી ઐતિહાસિક જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન ટિમ સાઉદી, સ્પિન બોલર મિચેલ સેન્ટનર અને ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 1-1 વિકેટ મળી.

બૉલથી શાનદાર પ્રદર્શન કરનારા અયાન ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બંને ટીમો વચ્ચે T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 20 ઑગસ્ટ (રવિવાર)ના રોજ દુબઈમાં રમાશે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી. એક સમયે તેણે 65 રનોના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે એમ લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ 100 રન પણ નહીં બનાવી શકે, પરંતુ માર્ક ચેપમેને શાનદાર બેટિંગ કરીને તેને 8 વિકેટ પર 142 રનોના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

માર્ક ચેપમેને 46 બૉલમાં 63 રન બનાવ્યા, જેમાં 3 ફોર અને એટલા જ સિક્સ સામેલ રહ્યા. એ સિવાય ચાડ બોવેસ (21) અને જીમી નિશમે (21) જ બેટિંગમાં મહત્ત્વનું યોગદાન આપી શક્યા. જોવા જઈએ તો ન્યૂઝીલેન્ડના 5 બેટ્સમેન તો ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. UAEએ ડાબા હાથના સ્પિન બોલર અયાન અફઝલ ખાને સૌથી વધુ 3 અને જવાદુલ્લાહે 2 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડની ટીમ UAE  વિરુદ્ધ આ T20 સીરિઝમાં પોતાના સીનિયર ખેલાડીઓ વિના ઉતરી છે. નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સ ઇજાગ્રસ્ત હોવાના કારણે સીરિઝનો હિસ્સો નથી. તો ડેવોન કોનવે, ફિન એલન, ડેરીલ મિચેલ અને ઇશ સોઢી જેવા સ્ટાર પ્લેટર્સ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં વ્યસ્ત છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં UAE વર્સિસ ન્યૂઝીલેન્ડ:

1996: વન-ડે મેચ, ન્યૂઝીલેન્ડે 109 રને જીતી

2023 T20 મેચ ન્યૂઝીલેન્ડની ટીમે 19 રને જીતી

2023 T20 મેચ UAEની ટીમે 7 વિકેટે જીતી.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.