બૂમરાહ સતત કેમ ફ્લોપ થઈ રહ્યો છે? છેલ્લા 12 મહિનાનું પ્રદર્શન ઘણું બધું કહે છે

ભારતીય ટીમ માટે, જસપ્રીત બૂમરાહ એક મેચ વિનર ખેલાડી છે, જે ભારતના વિરોધીઓના સ્કોરબોર્ડને કાબૂમાં રાખે છે. પરંતુ શું બુમરાહ માટે આ ઓળખ અત્યારે પણ કાયમ છે? શું તેની ધાર પહેલા જેવી જ છે કે નબળી પડી ગઇ છે? શું બુમરાહ સતત ફ્લોપ નથી રહ્યો? છેલ્લા બે મહિનામાં બૂમરાહ 4 વખત ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે, ખાસ કરીને ડેથ ઓવરોમાં, જ્યાં તેને સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. પ્રશ્ન એ છે કે બૂમરાહની દિશાહિન બોલિંગ કારણ શું છે? આ ઉપરાંત છેલ્લા 12 મહિનામાં તેનું પ્રદર્શન પણ ઘણું બધું કહી જાય છે.

શું ઈજાએ બૂમરાહની ધારને નબળી બનાવી દીધી છે?

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં જસપ્રીત બૂમરાહ ફ્લોપ થવાનું કારણ ઈજાઓથી ઝઝૂમવાનું પણ હોઈ શકે છે.  બૂમરાહ જે હતો અને જે બૂમરાહ અત્યારે છે તેની વચ્ચે લાઇન ખેંચાઇ ગઈ છે. બૂમરાહે ઈજામાંથી શાનદાર વાપસી કરી હતી, પરંતુ જે બૂમરાહ પહેલા બેટ્સમેનોની પકડથી દૂર રહેતો હતો, તે બૂમરાહને હવે બેટ્સમેન સમજવા લાગ્યા છે.

bumrah
BCCI

આ બે મહિનામાં ચાર વખત આવું જોવા મળ્યું

તાજેતરના સમયમાં બૂમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કઈ રીતે ફ્લોપ રહ્યો છે, તે બે મહિનાની અંદર તેની સાથે જે થયું, તેના પરથી સ્પષ્ટ થાય છે. આ દરમિયાન, 4 વખત એવી ઘટના બની હતી જ્યારે બૂમરાહે એક જ ઓવરમાં 15 કે તેથી વધુ રન આપ્યા હતા. ચોથી વખત 28 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચમાં જોવા મળ્યું. બૂમરાહને ડેથ-ઓવર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. જોકે, આ મેચમાં તે જેવો જ 19મી ઓવર ફેંકવા આવ્યો, તેને ખૂબ માર પડ્યો. તેણે આ ઓવરમાં 19 રન આપ્યા, જે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સૌથી મોંઘી ઓવર પણ બની ગઈ.

ન્યૂઝીલેન્ડ સામે વાઇઝેગ T20 દરમિયાન એક ઓવરમાં 19 રન આપનાર બૂમરાહે આ સીરિઝની પ્રથમ મેચની ડેથ ઓવરમાં 18મી ઓવરમાં 15 રન આપ્યા હતા. મતલબ તેણે એક જ સીરિઝમાં બે વાર ડેથ ઓવરમાં એક જ ઓવરમાં 15 કે તેથી વધુ રન આપ્યા હતા.

bumrah3
BCCI

ડિસેમ્બર 2025માં દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં બૂમરાહે એક જ મેચમાં 2 ઓવરમાં 15 કે તેથી વધુ રન આપ્યા હતા. 11 ડિસેમ્બરે, તેણે ન્યૂ ચંદીગઢમાં દક્ષિણ આફ્રિકા સામે પાવરપ્લેમાં નાખેલી ઓવરમાં 16 રન આપ્યા હતા. તેણે તે જ મેચની અંતિમ ઓવરમાં 17 રન આપ્યા હતા. મતલબ કે, બૂમરાહ પાવરપ્લે કે ડેથ ઓવરમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યો છે.

છેલ્લા 12 મહિનામાં 4-5 વિકેટની વાત વાત તો ભૂલી જાવ

છેલ્લા 12 મહિનામાં બૂમરાહનું પ્રદર્શન કેવું રહ્યું છે? તેનાથી પણ તેની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલિંગની ઘટતી ધારની જાણકારી મળે છે. બૂમરાહ છેલ્લા 12 મહિનામાં 16 મેચ રમ્યો છે, પરંતુ તેણે માત્ર 18 વિકેટ જ લીધી છે. આ દરમિયાન તેણે ન તો 5 વિકેટ લીધી છે કે ન તો 4 વિકેટ. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન એક મેચમાં 17 રન આપીને 3 વિકેટ લેવાનું છે. આ પ્રદર્શન ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન સીરિઝની ત્રીજી T20માં જોવા મળ્યું હતું.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.