‘ભાઈ મારી આદત છે, પરંતુ...’, એવું શું થયું કે કેપ્ટન ગિલે જયસ્વાલે સોરી કહ્યું?

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત તરફથી ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારીને પોતાની કુશળતા સાબિત કરી. તેણે કેપ્ટન ગિલ સાથે શાનદાર ઇનિંગ રમીને 159 બોલમાં 101 રન બનાવ્યા. જો કે, એક સમય એવો હતો જ્યારે બંને એક-બીજાને સમજાવી રહ્યા હતા. બંનેની વાતચીતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Gill1
espncricinfo.com

 

વીડિયોમાં શું કહી રહ્યો છે જયસ્વાલ?

વાયરલ વીડિયોમાં યશસ્વી જયસ્વાલને કહેતા સાંભળી શકાય છે કે, 'બસ હા-હા બોલતા રહેજો બસ, મારી મારી આદત છે આગળ જવાની.ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ કહે છે, ‘બસ ભાગી ન જતો. ત્યારબાદ જયસ્વાલ ફરીથી કહે છે, ‘મને જોરથી No બોલી દો. મારી આદત છે પરંતુ...હવે તમે વિચારી રહ્યા હશો કે આ વાતચીત કેમ થઈ રહી છે. તો તેનો જવાબ એ છે કે કદાચ જયસ્વાલ શૉટ માર્યા બાદ તરત જ આગળ ભાગે છે. તેને લઈને જયસ્વાલ કહી રહ્યો છે કે મારી આદત છે શૉટ મારીને આગળ નીકળવાની, જો તમને લાગી રહ્યું છે કે રન નથી લેવાનો, તો તમે મોટેથી No બોલી દેજો.

મેચની સ્થિતિ પર નજર કરીએ તો, ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ ટીમને શાનદાર શરૂઆત આપી. ભારતને પહેલો ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો. કે.એલ. રાહુલ 78 બૉલમાં 42 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો. જોકે, પોતાની ડેબ્યૂ મેચ રમવા આવેલા સાઈ સુદર્શનને નિરાશાનો સામનો કરવો પડ્યો, કેમ કે તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ ભારત અને ઈંગ્લેન્ડ પહેલી ટેસ્ટ સીરિઝ રમી રહ્યા છે. પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવી લીધા છે. કેપ્ટન શુભમન ગિલ 127 રન પર બેટિંગ કરી રહ્યો છે અને વાઇસ કેપ્ટન રિષભ પંત 65 રન સાથે ગિલને સાથ આપી રહ્યો છે. બંને ટીમો 5 મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 4 મેચ નીચે મુજબ છે.

yashaswi
espncricinfo.com

 

ભારત Vs ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટનમાં મેચ 2-6 જુલાઈ દરમિયાન રમાશે.

ભારત Vs  ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ મેચ 10-14 જુલાઈ દરમિયાન રમાશે.

ભારત Vs ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ 23-27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાશે.

Related Posts

Top News

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Copyright (c) Khabarchhe All Rights Reserved.