- World
- 20 વર્ષ જૂના થર્મસે એક વ્યક્તિનો જીવ કંઈ રીતે લઈ લીધો? ડૉક્ટરે સમજાવ્યો આખો મામલો
20 વર્ષ જૂના થર્મસે એક વ્યક્તિનો જીવ કંઈ રીતે લઈ લીધો? ડૉક્ટરે સમજાવ્યો આખો મામલો
તાઇવાનમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે, જેણે લોકોને એવું વિચારવા મજબૂર કરી દીધા છે કે રોજિંદી ટેવો ક્યારેક-ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 50 વર્ષીય એક શખ્સ, જે 3 દાયકાથી કોઈ પણ ભૂલ વિના ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તેણે એક સવારે અચાનક પોતાની કાર પરથી કાબૂ ગુમાવી દીધો. બ્રેક લગાવ્યા વિના, તેની કાર સીધી એક દુકાનમાં અથડાઈ ગઈ. શરૂઆતમાં તે એક નાનો અકસ્માત લાગ્યો, પરંતુ જ્યારે ડૉક્ટરોએ તેની સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો, તો ધીમે-ધીમે જે સત્ય બહાર આવ્યું તે વધુ ગંભીર હતું.
હોસ્પિટલમાં વિગતવાર તપાસ દરમિયાન તેના શરીરમાં ઘણી ગરબડીઓ સામે આવી. હોંગકોંગ મીડિયા અહેવાલો અનુસાર, મગજના એક ભાગનું સંકોચન, લોહીની કમી, કિડની પર અસર અને સતત થાક. તેની સ્વાદની સમજણ પણ બગડી ચૂકી હતી, અને તેને હંમેશાં લાગતું હતું કે તેના ખોરાકમાં મીઠું ઓછું છે. ડૉક્ટરોને આ બધા લક્ષણો એક જ દિશામાં ઈશારો કરતા દેખાયા. લોહીના તપાસ અહેવાલે તેમની શંકાઓની પુષ્ટિ કરી કે, તેના શરીરમાં સીસાનું પ્રમાણ ખૂબ વધારે હતું.
હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ ઝેર તેના શરીરમાં ક્યાંથી આવ્યું? તપાસ ચાલુ રહી અને અંતે એક ચોંકાવનારું કારણ સામે આવ્યું. તે શખ્સ લગભગ 20 વર્ષથી એક જ થર્મોસમાં કોફી પીતો હતો. સમય સાથે-સાથે એ થર્મોસનું આંતરિક સ્તર ખરાબ થઈ ગયું હતું. કાટ લાગવાથી અને સ્તર તૂટ્યા બાદ, કોફી જેવા ગરમ અને એસિડિક પીણાં ધાતુના સ્તરને ઘસતા રહ્યા અને ધીમે-ધીમે સીસું તેની કોફીમાં ભળવા લાગ્યું. આ સિલસિલો વર્ષો સુધી અવિરત ચાલુ રહ્યું, અને દરરોજ તેના શરીરમાં થોડી માત્રામાં ઝેર એકઠું થતું ગયું.
તાઇવાનના નેફ્રોલોજિસ્ટ ડૉ. હોંગ યોંગ-શિયાંગે એક TV શૉમાં આખી ઘટના સમજાવી, ત્યારબાદ લોકો આ ઘટના પર ચર્ચા કરવા લાગ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે લાંબા સમય સુધી સીસાના સંપર્કમાં રહેવાથી માનસિક અને શારીરિક બંને પરિસ્થિતી બગડવા લાગી. યાદશક્તિ નબળી થવી, ગળવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ પણ ઉભરી આવી. તે સમય દરમિયાન તેને એસ્પિરેશન ન્યૂમોનિયા થઇ ગયો અને કાર અકસ્માતના લગભગ એક વર્ષ બાદ તેનું મૃત્યુ થઇ ગયું.
સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના જાણીને ચોંકી ગયા. ઘણા યુઝર્સે પ્રશ્ન કર્યો કે કોઈ એક થર્મોસનો ઉપયોગ આટલા લાંબા સમય સુધી કેવી રીતે કરી શકે છે? જ્યારે કેટલાકે તેને રોજિંદા વસ્તુઓમાં છુપાયેલા જોખમોને યાદ અપાવનાર મામલો ગણાવ્યો.

