બહેન પત્ની બની, EDના નકલી દરોડાની કહાની બતાવીને 1.53 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

બેંગલુરુમાં એક યુવતી સાથે થયેલી છેતરપિંડી કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી છે. છોકરાએ એક છોકરીને લગ્ન કરવાનું વચન આપીને પાસેથી 1.5 કરોડ રૂપિયા પડાવી લીધા. જ્યારે છોકરીએ તેની પાસેથી પૈસા માંગ્યા, ત્યારે તે સત્ય જાણીને ભાંગી પડી. છોકરાનો આખો પરિવાર ફ્રોડ નીકળ્યો, જેણે આ છેતરપિંડીમાં સંપૂર્ણ ટેકો આપ્યો. જે મહિલાને બહેન બતાવીને ગર્લફ્રેન્ડ સાથે પરિચય કરાવ્યો હતો તે તેની પત્ની નીકળી.

એક મહિલાની ફરિયાદના આધારે બેંગલુરુના કેંગેરીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એક પુરુષે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પોતાને શ્રીમંત ઉદ્યોગપતિ તરીકે ઓળખ આપીને તેની પાસેથી 1.53 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. છોકરીએ જ્યારે પોતાની આપવીતી કહી ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. FIR મુજબ, ફરિયાદી, નવ્યશ્રી, વ્હાઇટફિલ્ડમાં સ્થિત એક PGમાં રહે છે.

નવ્યાશ્રીએ જણાવ્યું કે માર્ચ 2024માં, તે ઓક્કાલિગા મેટ્રિમોની દ્વારા વિજય રાજ ​​ગૌડા ઉર્ફે વિજય બી.ને મળી હતી. વિજયે પોતાને VRG એન્ટરપ્રાઇઝનો માલિક, તેમજ બેંગલુરુના રાજાજીનગર અને સદાશિવનગરમાં ક્રશર, લારી, જમીન અને રહેણાંક મિલકતોનો માલિક ગણાવ્યો હતો. તેણે કથિત રીતે 2019ના ED કેસ સાથે સંબંધિત જામીનની એક નકલ પણ શેર કરી અને 715 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો દાવો કરીને તેનો વિશ્વાસ જીતી લીધો.

fraud2
gulfnews.com

નવ્યાશ્રીએ જણાવ્યું કે આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન, 4 એપ્રિલ, 2024ના રોજ, બેંક ખાતાની સમસ્યાઓનો ઉલ્લેખ કરીને તે વ્યક્તિએ ફોનપે દ્વારા તેની પાસેથી 15,000 રૂપિયા લીધા. ત્યારબાદ તેણે તેને લોન લેવા અને સાથે વ્યવસાય શરૂ કરવાના બહાને મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા માટે રાજી કરી લીધી.

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ બાદમાં કેંગેરી મેટ્રો સ્ટેશન પર તેના પરિવારના સભ્યો સાથે તેનો પરિચય કરાવ્યો, જેમાં તેના પિતા કૃષ્ણપ્પા બી. ગૌડા ઉર્ફે બોર ગૌડા યુ.જે., તેની બહેન સુશીદીપ કે. ગૌડા ઉર્ફે સૌમ્યા અને તેની માતા નેત્રાવતી કે. ગૌડાનો સમાવેશ થાય છે. તેના પિતાએ કથિત રીતે પોતાને નિવૃત્ત મામલતદાર તરીકે ઓળખાવ્યા હતા અને VRG એન્ટરપ્રાઇઝના ચેક આપીને ચુકવણીની ખાતરી આપી હતી.

fraud1
gulfnews.com

FIR મુજબ, આરોપીએ ફરિયાદીના મિત્રોને પણ રોકાણ કરવા માટે રાજી કર્યા હતા, જેના પગલે ભરત કુમાર અને તેના સહયોગી કાર્તિકેયને ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ તારીખે 66 લાખ રૂપિયા અને શિવકુમારે ફરિયાદીના ખાતામાંથી 23 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ચૂકવણીની માંગ કરવામાં આવી તો, આરોપીએ કથિત રીતે દાવો કર્યો હતો કે કોર્ટ કેસને કારણે તેના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે અને કોર્ટના આદેશોની નકલો રજૂ કરી હતી.

બાદમાં છોકરાએ ફરિયાદીના માતા-પિતાનો સંપર્ક કર્યો અને તેને કોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોની નકલો બતાવી. ડિસેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025 વચ્ચે, છોકરાએ ફરિયાદીના પિતા પાસે 10.5 લાખ રૂપિયા પડાવ્યા, તેની માતા પાસે 7 લાખ રૂપિયા અને તેના સેવાનિવૃત્તિ નિધિ સહિત 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. FIRમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ ફરિયાદીના દાગીના ગિરવે રાખીને 10 લાખ રૂપિયા અને તેના ભાઈ-બહેનો પાસેથી 5 લાખ રૂપિયા પણ મેળવ્યા હતા.

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ અનેક બેંક ખાતાઓ દ્વારા કુલ 17,566,890 રૂપિયા એકત્ર કર્યા હતા, જેમાંથી ફક્ત 22,51,800 રૂપિય પરત કરવામાં આવ્યા હતા, જેથી 15,315,090 રૂપિયા બાકી રહ્યા હતા. FIR મુજબ, જ્યારે ફરિયાદી પાછળથી પૈસા પરત માંગવા માટે આરોપીના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તે વ્યક્તિ પહેલાથી જ પરિણીત હતો અને તેને એક બાળક પણ છે. જે સ્ત્રીને પુરુષે પોતાની બહેન ગણાવી હતી તે તેની પત્ની નીકળી, જેની સાથે તેણે 3 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.

તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આરોપી અને તેના પરિવારે મળીને તેની સાથે છેતરપિંડી કરી હતું અને બાદમાં તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે તેને અને તેના મિત્રોને મારવાની ધમકી આપી હતી. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ, 2023ની કલમ 61(2), 318(4), 316(2), 351(3), અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

સાઇના નેહવાલની નિવૃત્તિ, ઓલિમ્પિક સહિત બેડમિન્ટનના આ ઇવેન્ટમાં 18 મેડલ જીત્યા

સાઇના નેહવાલે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સાઇનાએ 2023માં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઘૂંટણની ઇજા સામે...
Sports 
સાઇના નેહવાલની નિવૃત્તિ, ઓલિમ્પિક સહિત બેડમિન્ટનના આ ઇવેન્ટમાં 18 મેડલ જીત્યા

બહેન પત્ની બની, EDના નકલી દરોડાની કહાની બતાવીને 1.53 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

બેંગલુરુમાં એક યુવતી સાથે થયેલી છેતરપિંડી કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી છે. છોકરાએ એક છોકરીને લગ્ન કરવાનું વચન આપીને પાસેથી ...
National 
બહેન પત્ની બની, EDના નકલી દરોડાની કહાની બતાવીને 1.53 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

શું છે રૂ. 658 કરોડનું નકલી ITC કૌભાંડ, EDએ મોટી કાર્યવાહી કરી, અનેક સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ 658 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડના સંદર્ભમાં ઝારખંડ, મણિપુર...
National 
શું છે રૂ. 658 કરોડનું નકલી ITC કૌભાંડ, EDએ મોટી કાર્યવાહી કરી, અનેક સ્થળોએ દરોડા

મજૂરી કરીને ચાલે છે ગુજરાન, આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાથી વધુની વેરાની નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગરીબ મજૂરને આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ મોકલી છે. હેરાનીની વાત એ છે કે...
National 
મજૂરી કરીને ચાલે છે ગુજરાન, આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાથી વધુની વેરાની નોટિસ ફટકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.