ચીનના 'ગિંકો લીફ' જેટ ફાઈટરે પરીક્ષણ દરમિયાન આકાશમાં ગર્જના કરી દુનિયાને હચમચાવી

ચીનનું કહેવાતું છઠ્ઠી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ડિસેમ્બરમાં પહેલી વાર જોવા મળેલા આ વિમાનના પરીક્ષણની તસવીરો ફરી સામે આવી છે. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી. નિષ્ણાતો કહે છે કે જો આ વીડિયો સાચા છે, તો તે દર્શાવે છે કે નવા વિમાનના ઉડાન પરીક્ષણો સારી રીતે આગળ વધી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલ એક વીડિયો ચીનના પ્રખ્યાત લશ્કરી મેગેઝિન 'નેવલ એન્ડ મર્ચન્ટ શિપ્સ' દ્વારા પણ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. મેગેઝિને તેના માર્ચ આવૃત્તિમાં ચીનના છઠ્ઠી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પર એક કવર સ્ટોરી પણ પ્રકાશિત કરી છે.

China-Fighter-Jet1
defensemirror.com

આ વીડિયો અને ફોટોગ્રાફ્સની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને આ પરીક્ષણ ક્યાં અને ક્યારે થયું તે પણ સ્પષ્ટ નથી. જોકે, આ વિમાન સમાચારમાં છે અને લોકો તેની ડિઝાઇન વિશે ઘણી વાતો કરી રહ્યા છે, કારણ કે તેની રચના 'ગિંકો લીફ' જેવી લાગે છે.

China-Fighter-Jet2
defensemirror.com

એક અહેવાલ મુજબ, ચીનના લશ્કરી નિષ્ણાત સોંગ ઝોંગપિંગે કહ્યું કે, જો આ વીડિયો સાચા છે તો તેનો અર્થ એ છે કે આ વિમાનનું પરીક્ષણ સતત અને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. લેન્ડિંગ ગિયરનું અંદર હોવાનો અર્થ એ છે કે, આ ફ્લાઇટમાં લેન્ડિંગ ગિયર સાથે સંકળાયેલ સિસ્ટમ્સ અને ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હશે.

China-Fighter-Jet3
globaltimes.cn

આ ઉપરાંત, 'એરોસ્પેસ નોલેજ' મેગેઝિનના મુખ્ય સંપાદક વાંગ યા'નાન કહે છે કે, ટૂંકા સમયના અંતરાલમાં વારંવાર પરીક્ષણ અને લેન્ડિંગ ગિયરનું અંદર યોગ્ય જગ્યાએ હોવું દર્શાવે છે કે, ડેવલપર્સ આ વિમાનની ઉડાન સ્થિરતા અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ વિમાન હાલમાં પ્રારંભિક પરીક્ષણ તબક્કામાં છે અને તેમાં રહેલી ઘણી અન્ય સિસ્ટમોનું લાંબા સમય સુધી પરીક્ષણ કરવામાં આવશે. વાંગના મેગેઝિને માર્ચમાં છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ પર એક કવર સ્ટોરી પણ પ્રકાશિત કરી હતી.

China-Fighter-Jet4
simpleplanes.com

જોકે ચીને આગામી પેઢીના ફાઇટર જેટના નિર્માણની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આના કેટલાક સંકેતો મળ્યા છે.

ગ્વાન્ગડોંગ પ્રાંતના ઝુહાઈમાં 2022ના એરશો ચાઇના ખાતે, ચીનના રાજ્ય સંચાલિત એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશને આગામી પેઢીના ફાઇટર જેટનું એક મોડેલ પ્રદર્શિત કર્યું હતું, જેની ડિઝાઇન પૂંછડી વિનાની હતી અને તે 'ગિંકો લીફ' એરક્રાફ્ટ જેવું લાગતું હતું.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.