કોકા-કોલાએ કોક, સ્પ્રાઈટ, ફેન્ટાનો સ્ટોક માર્કેટમાંથી પાછો કેમ મગાવ્યો?

સોફ્ટ ડ્રિંક્સ પીવાના શોખીન લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોકા-કોલાએ યુરોપના કેટલાક ભાગોમાંથી તેના ઉત્પાદનો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, કંપનીના કોક, ફેન્ટા, સ્પ્રાઈટ, ટ્રોપિકો અને મિનિટ મેઇડ બ્રાન્ડના પીણાંમાં ક્લોરેટ, એક પ્રકારનું રસાયણ વધુ માત્રામાં જોવા મળ્યું છે. આ દાવો ત્યાંના સ્થાનિક અખબારમાં છપાયેલા એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2024થી બેલ્જિયમ, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડ મોકલવામાં આવેલા કોકા-કોલાના કેન અને કાચની બોટલોમાં વધારાનું ક્લોરેટ મળી આવ્યું હતું. કંપનીએ એમ પણ કહ્યું કે, ડિસેમ્બર 2024ના અંત સુધીમાં પાંચ ઉત્પાદનો UK મોકલવામાં આવ્યા હતા અને તે પહેલાથી જ વેચાઈ ગયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ક્લોરિન ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ પાણી ટ્રીટમેન્ટ અને ખાદ્ય પ્રક્રિયામાં થાય છે, ત્યારે ક્લોરેટ ઉત્પન્ન થાય છે. રિપોર્ટ અનુસાર, ક્લોરેટનું પ્રમાણ વધુ હોય તેવા પીણાં પીવાથી થાઇરોઇડ જેવી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને બાળકોમાં.

કોકા-કોલાની ઇન્ટરનેશનલ બોટલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન ઓપરેશન્સ બેલ્જિયમ શાખા અનુસાર, કોક, ફેન્ટા, સ્પ્રાઈટ, ટ્રોપિકો અને મિનિટ મેઇડ બ્રાન્ડ હેઠળના પીણાંમાં ક્લોરેટનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, બાહ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, લોકો માટે જોખમ ખૂબ ઓછું હતું.

કોકા-કોલાએ કહ્યું કે, તેમને બ્રિટન તરફથી કોઈ ફરિયાદ મળી નથી. ક્લોરેટનું ઉચ્ચ સ્તર ધરાવતા સોફ્ટ ડ્રિંક્સ અહીં પહેલેથી જ વેચાય છે. કોકા-કોલાએ એમ પણ કહ્યું કે, તેમણે આ બાબત અંગે અધિકારીઓને જાણ કરી છે અને તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

કોકા-કોલાએ એમ પણ કહ્યું કે, તેમની પાસે અસરગ્રસ્ત પીણાના જથ્થાનો ચોક્કસ આંકડો નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે મોટી માત્રામાં છે.

એક સમાચાર એજન્સી અનુસાર, ઉત્તર-પશ્ચિમ બેલ્જિયમના ઘેન્ટમાં કોકા-કોલાના ઉત્પાદન પ્લાન્ટમાં નિયમિત પરીક્ષણ દરમિયાન ક્લોરેટનું ઉચ્ચ સ્તર મળી આવ્યું હતું. કોકા-કોલા તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમણે બજારમાંથી ઉચ્ચ સ્તરના ક્લોરેટ ધરાવતા મોટાભાગના પીણાં પાછા ખેંચી લીધા છે અને એમ પણ કહ્યું છે કે, તે તેના પીણાંની ગુણવત્તા અને સલામતીને તેની ટોચની પ્રાથમિકતા માને છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.