એંકરે એવો સવાલ પૂછ્યો કે ગુસ્સામાં ટ્રમ્પ માઇક ફેંકીને બોલ્યા- ‘તમે બેઈમાન છો, ઇન્ટરવ્યૂ છોડીને જતા રહ્યા, જુઓ વીડિયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટીવી ઇન્ટરવ્યૂ તીખી બહેસમાં ફેરવાઈ ગયું. ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે બૂમ પાડી અને ત્યારબાદ ટ્રમ્પ વચ્ચે જ ઇન્ટરવ્યૂ છોડીને જતા રહ્યા. આ ઇન્ટરવ્યૂ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેના કારણે તેમના સમર્થકો અને વિરોધીઓ બંને તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

trump
x.com/sentdefender

આ ઘટના અમેરિકન ટીવી કાર્યક્રમ મીટ ધ પ્રેસ દરમિયાન બની હતી. પત્રકાર ક્રિસ્ટન વેલ્કર ટ્રમ્પને તેમના નવા એન્ટી વેપનાઇઝ્ડ ફંડ અને 6 જાન્યુઆરી, 2021ના ​​રોજ કેપિટોલ હિલ રમખાણો અંગેના દાવાઓ વિશે સવાલ કરી રહ્યા હતા. ટ્રમ્પે જવાબ આપ્યો કે અથવા તો તમે બેઇમાન છો કે મૂર્ખ અને મીટ ધ પ્રેસ પણ બેઇમાન છે. ABC, CBS અને CNN પણ બેઇમાન છે.

અ રીએક્શન એ સવાલના જવાબમાં આપવામાં આવ્યું, જ્યારે વેલ્કરે ટ્રમ્પ પર એ વાતને લઇને દબાણ કર્યું કે શું તેઓ તેમના $1.8 બિલિયનના એન્ટી વેપનાઇઝેશન ફંડને સાથે આગળ વધવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ ફંડનો હેતુ એવા વ્યક્તિઓને મદદ કરવાનો છે જેઓ સરકાર દ્વારા સતાવણીનો દાવો કરે છે, જેમાં 6 જાન્યુઆરીએ કેપિટોલમાં ધસી આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

બહેસ ત્યારે તેજ થઇ ગઇ, જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે 6 જાન્યુઆરીની ઘટનાઓમાં સામેલ કેટલાક વ્યક્તિઓને ખોટી રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. FBI એજન્ટો તે દિવસે પ્રદર્શનકારીઓને બિલ્ડિંગમાં લઈ ઝઇ રહ્યા હતા. વેલ્કરે તરત જ આ દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા નથી.

trump
x.com/sentdefender
trump
x.com/sentdefender

ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે પુરાવા છે અને પછી તેમણે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડીના તેમના લાંબા સમયથી ચાલતા આરોપોને પુનરાવર્તિત કર્યા. વેલ્કરે સતત તેમની પાસે પુરાવા માંગતા રહ્યા, જ્યારે ટ્રમ્પ તેમના વલણ પર અડગ રહ્યા.

થોડા સમયમાં વાતાવરણ વધુ ગરમાયું. ટ્રમ્પે મીડિયા પર પ્રહારો કરતા કહ્યું કે, પ્રેસ બેઇમાન છે; વેલ્કરે જવાબમાં કહ્યું કે, તઓ ઇમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે. દલીલ એટલી હદે વધી ગઈ કે ટ્રમ્પે વેલ્કરને કહ્યું કે અથવા તો તમે બેઇમાન છો અથવા તમને જાણકારી નથી. ત્યારબાદ તેમણે ઇન્ટરવ્યૂ કાર્યક્રમ અને નેટવર્કની સખત ટીકા કરી અને ઇન્ટરવ્યૂ છોડી દીધું.

જતા પહેલા ટ્રમ્પે કહ્યું- ‘બસ, હવે બહું થઇ ગયું. અહીં જ સમાપ્ત કરીએ. આટલું કહીને તેઓ વાતચીત વચ્ચે જ ચાલ્યા ગયા. શુક્રવારે વિસ્કોન્સિનમાં રેકોર્ડ કરાયેલ આ ઇન્ટરવ્યૂ રવિવારે પ્રસારિત થયું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થવા લાગી; સમર્થકોએ ટ્રમ્પનો બચાવ કર્યો, જ્યારે ટીકાકારોએ તેને કઠિન પ્રશ્નો ટાળવાના પ્રયાસ ગણાવ્યો.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.