300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

અમેરિકાએ તાજેતરમાં ઈરાન સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્વને સમાપ્ત કરવા માટે ઘણા મુદ્દાઓ પર સહમતિ બની. અંતિમ કરાર પર 19 જૂને હસ્તાક્ષર થવાના છે, ત્યારે અમેરિકાએ આ ડ્રાફ્ટ કરારને તે ઘટના પહેલા જાહેર કર્યો છે. અમેરિકા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ 14-મુદ્દાના ડ્રાફ્ટ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાથી લઈને ઈરાનને આર્થિક પ્રતિબંધોમાંથી રાહત આપવા સુધીની ઘણી મુખ્ય જોગવાઈઓ શામેલ છે.

અમેરિકા-ઈરાન MoUના 14 મુદ્દાઓ:

1.   MoUના પ્રથમ મુદ્દામાં જણાવાયું છે કે, અમેરિકા અને ઈરાન પર આ કરાર પર હસ્તાક્ષર કરીને તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરે છે. બંને પક્ષો એકબીજા સામે કોઈપણ પ્રકારનું યુદ્ધ અથવા સૈન્યાભ્યાન શરૂ નહીં કરે છે. સાથે જ, લેબનોનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે.

2. MoUનો બીજો મુદ્દો એ પણ છે કે અમેરિકા અને ઈરાન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરશે અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલ કરશે નહીં.

3. બંને દેશો 60 દિવસની અંદર એક નિશ્ચિત કરાર પર વાટાઘાટો દ્વારા અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. જો બંને પક્ષો સંમત થાય તો આ સમયમર્યાદા લંબાવી શકાય છે.

4. આ MoU પર હસ્તાક્ષર થતા જ, અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલ નૌકાદળ નાકાબંધી અને અન્ય પ્રતિબંધો હટાવવાનું શરૂ કરશે, જેમાં 30 દિવસની અંદર નાકાબંધી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ દરમિયાન, ઈરાન ધીમે-ધીમે યુદ્ધ પહેલાના સ્તરે જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરશે.

5. અમેરિકાએ જણાવ્યું છે કે તે અંતિમ કરાર પૂર્ણ થયાના 30 દિવસની અંદર ઈરાનને અડીને આવેલા વિસ્તારોમાંથી તેની લશ્કરી હાજરી અને દળોને પાછા ખેંચી લેશે. આ MoU પર હસ્તાક્ષર થયા પછી, ઈરાન પર્સિયન ગલ્ફ અને ઓમાન સમુદ્ર વચ્ચે મુસાફરી કરતા વાણિજ્યિક જહાજોને 60 દિવસના સમયગાળા માટે મફત અને સલામત માર્ગ પ્રદાન કરશે. વાણિજ્યિક જહાજોની અવરજવર તાત્કાલિક શરૂ થશે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવિરત દરિયાઈ સેવાઓની વ્યવસ્થા કરવા માટે ઈરાન ઓમાન સાથે ચર્ચા કરશે.

6. આ ઉપરાંત, અમેરિકાએ તેના પ્રાદેશિક સાથીઓ સાથે મળીને ઈરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે એક વ્યાપક યોજના બનાવવાની વાત કહી છે જેના પર બંને પક્ષો સંમત હોય. અમેરિકા ઓછામાં ઓછા $300 બિલિયનનું ભંડોળ સુનિશ્ચિત કરશે. અંતિમ કરારના ભાગ રૂપે આ યોજના માટે અમલીકરણ વ્યૂહરચના 60 દિવસની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

7. અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવાનું વચન આપે છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવો હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો, IAEA બોર્ડ ઓફ ગવર્નર્સ ઠરાવો સાથે જોડાયેલા પ્રતિબંધો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ એકપક્ષીય પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધોનો સમાવેશ થાય છે.

US-Iran-MoU1
republicworld.com

8. ઈરાન અને અમેરિકા બંને એ સ્વીકારે છે કે; પ્રતિબંધો હટાવવાના મુદ્દા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, એટલે તેઓ આ વિષય પર તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવા અને પરસ્પર કરાર પર પહોંચવા માટે ગંભીર પ્રયાસો કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

9. સમજૂતી કરારમાં જણાવાયું છે કે ઈરાન પુષ્ટિ કરે છે કે તે પરમાણુ હથિયારોનું ઉત્પાદન કરશે નહીં. અમેરિકા અને ઈરાન સંમત થયા હતા કે ઈરાનના સમૃદ્ધ પરમાણુ સામગ્રીના હાલના ભંડાર ભવિષ્યના સંચાલન અને નિકાલનો ઉકેલ બંને પક્ષો દ્વારા પરસ્પર સંમતિ પ્રાપ્ત પદ્ધતિ દ્વારા ઉકેલવામાં આવશે.

10. બંને પક્ષો યુરેનિયમ સંવર્ધન અને ઈરાનની શાંતિપૂર્ણ પરમાણુ જરૂરિયાતોને લગતા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા પણ સંમત થયા છે. આ ચર્ચાઓ એ રૂપરેખાના આધારે હશે, જેના પર અંતિમ કરારમાં સંમતિ બનશે. બંને દેશો વચ્ચે અંતિમ કરાર સુધીના વચગાળાના સમયગાળા દરમિયાન, અમેરિકા અને ઈરાન યથાસ્થિતિ જાળવવા સંમત થયા છે; ઈરાન તેના પરમાણુ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાળવી રાખશે, જ્યારે અમેરિકા ન તો નવા પ્રતિબંધો લાદશે કે ન તો પ્રદેશમાં વધારાના લશ્કરી દળો તૈનાત કરશે.

11. અમેરિકાએ વચન આપ્યું હતું કે આ MoU પર હસ્તાક્ષર થયા પછી અને જ્યાં સુધી ઈરાન પરના પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી, અમેરિકાનો ટ્રેઝરી વિભાગ ઈરાની ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને સંબંધિત માલસામાનની નિકાસ માટે જરૂરી છૂટછાટ આપશે. આ સાથે જ, તે આ નિકાસ સાથે સંકળાયેલી બધી સેવાઓ, જેમ કે બેંકિંગ વ્યવહારો, વીમો અને પરિવહનને લીલી ઝંડી આપશે.

Photo-(2)

12. અમેરિકાએ જણાવ્યું હતું કે MoUના અમલીકરણ પર, ઈરાનની સ્થિર અથવા પ્રતિબંધિત સંપત્તિઓ સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. અમેરિકા અને ઈરાન સંયુક્ત રીતે આ ફ્રીઝ સંપત્તિઓને મુક્ત કરવાની પ્રક્રિયા પર વાટાઘાટો દરમિયાન પરસ્પર સંમતિથી નિર્ણય લેશે.

13. અમેરિકા અને ઈરાન એ વાત પર સંમત છે કે, આ MoUના સફળ અમલીકરણ અને ભવિષ્યના અંતિમ કરારનું પાલન કરવા માટે એક એક્ઝિક્યુટિવ મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા છે.

14. અમેરિકા અને ઈરાન વચ્ચેના આ અંતિમ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) તરફથી મંજૂરી મળશે.

About The Author

Related Posts

Top News

ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આદેશ

ઓડિશા સરકાર દ્વારા સરકારી શાળાઓ માટે તૈયાર કરાયેલા ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો મળી આવ્યા બાદ રાજ્યની શિક્ષણ પ્રણાલી...
Education 
ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આદેશ

300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

અમેરિકાએ તાજેતરમાં ઈરાન સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા...
World 
300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

પત્ની બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, પતિએ રોકી તો રસોડામાંથી છરી લાવીને પતિનું જ કાસળ કાઢી નાખ્યું

કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પુરુષ પર તેની પત્નીએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા, જેનું સારવાર...
National 
પત્ની બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, પતિએ રોકી તો રસોડામાંથી છરી લાવીને પતિનું જ કાસળ કાઢી નાખ્યું

બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકાર હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉત્તરી બાંગ્લાદેશના...
World 
બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.