ટ્રમ્પના દાવા અને હકીકત: 39 વખત કહ્યું- ઈરાન સાથે ડીલ થવાની છે, દરેક વખતે ખોટું સાબિત થયું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ નજીક છે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવા નિવેદનો આપ્યા હોય; તેમણે લગભગ 39 વખત આવા જ દાવા કર્યા છે. CNNના અહેવાલ અનુસાર, યુદ્વ શરૂ થયું ત્યારથી ટ્રમ્પે 39 વખત એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ડીલ નજીક છે, અને એટલી જ વાર, ઈરાને તેમના દાવાઓને ફગાવી દીધા છે.

ગુરુવારે ઈરાને કહ્યું કે, ટ્રમ્પની અગાઉની ડીલ-ઇમિનેંટ (ડીલ થવાની છે) જાહેરાતોની જેમ જ તેમની બધી વાતો અવગણવી જોઇએ. આ વખતે ટ્રમ્પના ડીલના દાવા બાદ ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ જણાવ્યું હતું કે કરારના અહેવાલો ફક્ત અટકળો છે અને હજુ સુધી કંઈપણ નક્કી થયું નથી.

trump
ft.com

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કર્યા. તેના જવાબમાં, ઈરાને ઇઝરાયલ અને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાના સાથી દેશો પર હુમલા કર્યા અને વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ દરિયાઇ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો હતો. જે તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના વૈશ્વિક પરિવહન માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. એપ્રિલમાં યુદ્ધવિરામ સહમતિ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે છૂટાછવાયા હુમલાઓ ચાલુ રહ્યા છે, જેમાં આ અઠવાડિયે થયેલી બે રાઉન્ડની જવાબી કાર્યવાહીનો સમાવેશ થાય છે. સાથે જ, ટ્રમ્પે વારંવાર ઈરાન સાથે કોઇ કરારની શક્યતા વિશે વાત કરી છે, જોકે ઈરાન પણ પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી.

trump3
indianexpress.com

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંભવિત કરારને ઈઝરાયલ અને અમેરિકા બંને માટે સફળતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય, જ્યારે ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે. જ્યારે, અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેથી ઈરાને સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને ન હોર્મુઝ સ્ટ્રેટ પર પણ પોતાનો નિયંત્રણ છોડવા પણ તૈયાર નથી. જેના કારણે ટ્રમ્પના દાવા વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.