બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકાર હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉત્તરી બાંગ્લાદેશના ગાઈબાંધા જિલ્લાના પલાશબારીમાં બની રહેલી પ્રભુ શ્રીરામની 81 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું કામ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોની ધમકીઓ અને સોશિયલ મીડિયા પર સતત મળી રહેલી ચેતવણીઓ બાદ રોકી દેવામાં આવ્યું છે. આ પ્રતિમાનું લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું હતું. આ ઘટનાના વિરોધમાં હિન્દુ સમુદાય અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.

ગાઈબાંધાના શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સંકુલમાં આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જેનો અંદાજિત ખર્ચ 22 કરોડ ટકા (આશરે 15.6 કરોડ રૂપિયા) છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રભુ શ્રીરામની 81 ફૂટ ઊંચી પ્રતિમા ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણની 50 ફૂટ અને ભગવાન શિવની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું પણ આયોજન છે. જો તે પૂર્ણ થઈ હોત, તો તે બાંગ્લાદેશમાં શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમા હોત.

04

મંદિર સમિતિના પ્રમુખ હરિદાસ ચંદ્ર દાસે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના સર્વોચ્ચ આરાધ્ય પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ મૂર્તિ બનાવવામાં આવી રહી હતી. પરંતુ ઇસ્લામિક જૂથોની ધમકીઓ અને આયોજકોમાં વ્યાપેલા ભયને કારણે કામ અટકાવવું પડ્યું છે. તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાનને આ પ્રોજેક્ટ સુરક્ષિત રીતે પૂરો કરાવવા અપીલ કરી છે.

બીજી તરફ, મંદિર સમિતિના સલાહકાર શ્યામલાલ કુમાર મહંતે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે કાયદો અને વ્યવસ્થા તેમજ કોમી એકતા જાળવવા માટે આ કામ અત્યારે રોકી રહ્યા છીએ. અમે કોઈ વિવાદનું કારણ બનવા કે કોઈની ધાર્મિક લાગણી દુભાવવા નથી માંગતા. તેમણે વડાપ્રધાન તારિક રહેમાનના એ વિધાનને પણ યાદ કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે, ધર્મ વ્યક્તિગત છે, પણ રાજ્ય બધાનું છે.

જો કે, આ ઘટના બાદ ત્યાંના લઘુમતીઓમાં મોટો સવાલ એ ઊભો થયો છે કે જો દેશ બધાનો છે, તો હિન્દુઓને પોતાના ભગવાનની મૂર્તિ બનાવવાની સ્વતંત્રતા કેમ નથી?

મંદિર સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલાં જ્યારે કામ શરૂ થયું ત્યારથી જ કટ્ટરપંથીઓ અડચણો ઊભી કરી રહ્યા હતા અને ફંડિંગના સ્ત્રોતની તપાસ કરવાની માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં જ એક કટ્ટરપંથી ઇસ્લામિક પ્રવચનકારનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કહી રહ્યો છે: રામની મૂર્તિ બની રહી છે, તેને બુલડોઝરથી તોડી પાડો. જો સરકાર નહીં કરે, તો સામાન્ય મુસ્લિમ જનતા તેને તોડી પાડશે.

0607

એટલું જ નહીં, ગાઈબાંધામાં ઇસ્લામિક સંગઠનોના એક વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રભુ શ્રીરામની તસવીર પર જૂતા ફેંકીને તેનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.

આ અપમાનના વિરોધમાં મંગળવારે રાત્રે ઢાકા યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ મશાલ સરઘસ કાઢ્યું હતું અને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવાની સાથે મૂર્તિનું કામ ફરી શરૂ કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ ઢાકાના મુખ્ય શાહબાગ ચાર રસ્તા પર ચક્કાજામ સર્જ્યો હતો. જગન્નાથ હોલ સ્ટુડન્ટ્સ યુનિયનના રામ પ્રસાદ સાહાએ જણાવ્યું કે, શ્રીરામ અમારા આરાધ્ય દેવ છે. તેમની તસવીર પર જૂતા ફેંકવાની ઘટનાથી સનાતન સમાજની લાગણી દુભાઈ છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓને ન્યાય અને સુરક્ષા મેળવવામાં હંમેશા ભેદભાવનો સામનો કરવો પડે છે.

બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના અહેવાલ મુજબ, આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 માર્ચની વચ્ચે જ કોમી હિંસાની 133 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

દેશનિકાલ કરાયેલા પ્રખ્યાત બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે આ વિરોધને 'તાલિબાની માનસિકતા' ગણાવતા પ્રશ્ન કર્યો કે, જો બાંગ્લાદેશમાં બધે જ નવી મસ્જિદો સતત બની શકતી હોય, તો રામ મૂર્તિના નિર્માણનો આટલો ઉગ્ર વિરોધ કેમ? જો ધાર્મિક સ્વતંત્રતા ખરેખર બધા માટે છે, તો તે લઘુમતીઓને પણ એટલી જ મળવી જોઈએ જેટલી બહુમતીને મળે છે. કોઈ પણ વ્યક્તિ કે જૂથને માત્ર પોતાની નાપસંદગીના કારણે બીજા સમુદાયના ધાર્મિક સ્થળને તોડવાનો અધિકાર મળી જતો નથી.

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં, બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર ઝાહેદ ઉર રહેમાનને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા થોડીવાર માટે રોકવામાં આવ્યા હતા, કારણ કે ભૂતકાળમાં તેઓ ભારત વિરોધી ઉગ્ર નિવેદનો આપી ચૂક્યા છે. આ 'અપમાનજનક વર્તન'ના વિરોધમાં રહેમાને પોતાની ભારત યાત્રા રદ કરી દીધી અને ઢાકા (બાંગ્લાદેશ સરકાર) એ દિલ્હી સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. અગાઉના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દર વર્ષે સદભાવનાના પ્રતીક રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેરીઓ મોકલતા હતા. પરંતુ આ વર્ષે વર્તમાન પીએમ તારિક રહેમાને નેપાળમાં તો કેરીઓ મોકલી છે, પણ ભારતને મોકલશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે.

રાજદ્વારી સંબંધોની આ કડવાશ વચ્ચે રામ મંદિર અને મૂર્તિના નિર્માણનો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. આ અટકેલો પ્રોજેક્ટ ફરી શરૂ થશે કે નહીં, તેના પરથી નક્કી થશે કે તારિક રહેમાન સરકાર લઘુમતીઓના અધિકારોની રક્ષા કરવામાં કેટલી ગંભીર છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.